તહેરાન: અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં ભારતના ચાબહાર પોર્ટને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ અંગે અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે ઈરાન પર વારંવારના હુમલાઓ બાદ એક ટાવર ધરાશાયી થતો દર્શાવતો ફોટો શેર કર્યો હતો.
https://t.co/jZlSVRePRC pic.twitter.com/Nj5o0oiphH
— Pete Hegseth (@PeteHegseth) July 17, 2026
આ સ્થળ પર હુમલાની પૃષ્ટિ કરી
આ અંગેના મીડિયા અહેવાલ મુજબ આ તસવીર ચાબહાર પોર્ટ પરના એક ટાવરની છે. જોકે, હેગસેથે સ્પષ્ટપણે ટાવર અથવા ફોટોગ્રાફને કોઈ ચોક્કસ સ્થાન સાથે જોડ્યો નથી. ચાબહાર પોર્ટ પર અમેરિકાએ અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. જ્યારે ઈરાનના સરકારી મીડિયાએ આ સ્થળ પર હુમલાની પૃષ્ટિ કરી છે. જો તેણે ટાવર ઘરાશાયી થવાની તાત્કાલિક જાણ નહોતી કરી.
ભારતે રોકાણ કરેલા ટર્મિનલ પર કોઇ હુમલો નહિ
ઉલ્લેખનીય છે કે, ભારતે ઈરાનના ચાબહાર પોર્ટ પર મોટાપ્રમાણમાં રોકાણ કર્યું છે. જોકે, ભારતે રોકાણ કરેલા ટર્મિનલ પર કોઇ હુમલો નથી થયો. તેમજ મળતી માહિતી મુજબ અમેરિકાના હુમલામાં નુકસાન પામેલો ટાવર ઇરાનના દરિયાકાંઠાની દેખરેખ કરતું હતું અને દરિયાઈ ટ્રાફિકને નિયંત્રણ કરતો હતો. જેનો ઉપયોગ કોમર્શિયલ શિપિંગ હિલચાલ પર નજર રાખવા અને આઇઆરજીએસની પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે થતો હતો.