Wed Jul 15 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:13 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-13 08:30:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-13 21:40:59

નેપાળમાં લોકો ફરી રસ્તા પર ઉતર્યા, બાલેન શાહ સરકારનો વિરોધ

નેપાળમાં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે. જે હાલમાં જ ચૂંટાયેલા બાલેન શાહની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વહીવટીતંત્રના કડક વલણના પગલે લોકો બાલેન શાહ સરકાર પર આક્રોશમાં  છે.

2026-07-13 20:37:20

દિલ્હી IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન દોષિત

દિલ્હી 2020ના રમખાણો કેસમાં કડકડડૂમા કોર્ટે આઈબી(IB)અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા છે.

2026-07-13 19:12:47

નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સની ગાડીમાં વિસ્ફોટ, 1 જવાન શહીદ ચાર ઘાયલ

નાગાલેન્ડના સુખોવી વિસ્તારમાં આસામ રાઇફલ્સની ગાડીમાં વિસ્ફોટની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્ફોટમાં 1 જવાન માર્યો ગયો છે અને જ્યારે 4 અન્ય જવાન ઘાયલ થયા છે.

2026-07-13 18:06:10

રાજસ્થાનના નાગોરમાં બુટાટી ધામમાં 22 કરોડની દાન ચોરીના આક્ષેપ

અયોધ્યાના રામ મંદિર દાન ચોરી બાદ દેશના અન્ય રાજયોના મંદિરોમાં દાન ચોરીના આક્ષેપ થઇ રહ્યા છે. જેમાં હવે રાજસ્થાનના નાગોર જિલ્લામાં આવેલું 500 વર્ષ જૂના બુટાટી ધામમાં 22 કરોડથી વધુ દાન ચોરીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

2026-07-13 17:32:02

વોટસએપ અને ટેલિગ્રામના યુઝર્સ નેમ ફીચર બાદ સરકાર સખ્ત, નવા નિયમો જાહેર કરાશે

કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા એપની તમામ અપડેટ પર સતત નજર રાખી રહી છે. જેમાં કેન્દ્ર સરકારે વોટસએપ અને ટેલિગ્રામના યુઝર્સ નેમ ફીચરની નોટીસ બાદ તેમના દ્વારા અપાયેલા જવાબની તપાસ કરી રહી છે. તેમજ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ અંગે સરકાર ટૂંક સમયમાં તમામ  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક સમાન નિયમ જાહેર કરશે.

2026-07-13 16:48:46

રામ મંદિર માટે સીઇઓ પદ માટે અરજીઓ મંગાવાઇ, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ ચાલી રહી છે. તેવા સમયે રામ મંદિરના સંચાલન માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્ય કાર્યકારી અધિકારી( CEO)ના  પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી છે.

2026-07-13 15:59:27

તમિલનાડુમાં સંપૂર્ણ ગૌ હત્યા પ્રતિબંધના આદેશને સુપ્રીમ કોર્ટે હટાવ્યો

તમિલનાડુમાં સંપૂર્ણ ગૌ હત્યા પ્રતિબંધ મૂકવાના હાઇકોર્ટેના આદેશને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને રાહત આપી છે.

2026-07-13 15:23:56

અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને રામબન નજીક અકસ્માત નડ્યો, 18 લોકો ઘાયલ

 
જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. જેમાં જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન નજીક બે બસો આમને સામને ટકરાઇ હતી. જેમાં 18  લોકો ઘાયલ થયા છે.

2026-07-13 13:29:28

ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ કર્યો આપઘાત

ભરૂચમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા અને ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના A-12 નંબરના મકાનમાં રહેતા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

2026-07-13 13:22:14

સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી કેસમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો

જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તર-પ્રદેશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને રામ મંદિર દાન ચોરી કેસની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પણ નોટિસ ફટકારી હતી.  20 જુલાઈએ આ મામલાની સુનાવણી થશે.

2026-07-13 11:39:35

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણથી ગાંધીનગર-ખેડા-અરાવલી અને પંચમહાલ જિલ્લામાં 10 બાળકોના મોત થયા છે. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે.

2026-07-13 09:45:02

સુરેન્દ્રનગરના સાયલામાં વેલનાથ આશ્રમના મહંત પર તલવાર વડે હુમલો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી ઉપર એક શખ્સે તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોર ડોળિયા ગામનો હોવાનું પ્રાથમિક વિગતોમા સામે આવ્યું છે. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહંતને તાત્કાલિક 107 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમની તબિયત વધુ લથડતા અને ઊંડ જખમો હોવાને કારણે તેમને વધુ સારવાર અર્થે  અમદાવાદ લઈ જવાયા છે.

2026-07-13 09:39:48

શેરબજારની નબળી શરૂઆત

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટીમાં 183 પોઈન્ટનો કડાકો બોલ્યો છે.

2026-07-13 08:32:06

બેંગકોકમાં પબમાં આગથી 27નાં મોત

બેંગકોકમાં આજે વહેલી સવારે એક પબમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 7 લોકોના મોત થયા છે અને 63 લોકો ઘાયલ થયા છે. જીવ બચાવવા અનેક લોકો શૌચાલયમાં છુપાયા હતા.