મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોની કાર્યક્ષેત્રમાં કરેલી તમારી મહેનત રંગ લાવશે. કામના સ્થળે નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જેને તમે કુશળતાપૂર્વક નિભાવી શકશો. આર્થિક રીતે દિવસ લાભદાયી છે, પરંતુ મિલકત કે જમીનને લગતા નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. પારિવારિક જીવનમાં તમારા જીવનસાથીનો સહયોગ તમારા ઉત્સાહમાં વધારો કરશે. આરોગ્યની દ્રષ્ટિએ પેટની સમસ્યાઓથી બચવા માટે ઘરનો તાજો ખોરાક લેવો. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની નવી તકોના દ્વાર ખૂલી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે.
વૃષભ:
વૃષભ રાશિના બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. વેપારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે અને અટકેલા કામોમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવો. પારિવારિક સંબંધોમાં અણબનાવ ટાળવા માટે તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સંતાનોની પ્રગતિ તમને ગર્વની લાગણી કરાવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, છતાં નિયમિત કસરત ચાલુ રાખવી. લાંબા અંતરની મુસાફરી આજે ટાળવી હિતાવહ છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તમારી એ જવાબદારી પર ખરું ઉતરશે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજનો દિવસ તમારા માટે અનેક નવી તકો લઈને આવશે. તમારી સર્જનાત્મકતામાં વધારો થશે, જેનો ઉપયોગ તમે ઓફિસ કે બિઝનેસમાં કરી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, અચાનક ધનલાભના પણ યોગ છે. મિત્રો સાથે સામાજિક મેળાવડામાં જવાનો પ્લાન બની શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં એકાગ્રતા વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, મન પ્રસન્ન રહેશે. કોઈ પણ જૂની સમસ્યાનો ઉકેલ આજે મળશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે એની સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહી શકે છે. આજે તમારે માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન (મેડિટેશન) અને યોગનો સહારો લેવો જોઈએ. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધી શકે છે, પણ ધીરજથી કામ લેવાથી સફળતા મળશે. પરિવારમાં વડીલોની તબિયતનું ધ્યાન રાખવું અને તેમની સલાહ લેવાનું ચૂકશો નહીં. આર્થિક રીતે સાવચેત રહેવું, બિનજરૂરી ખર્ચ ઘટાડવા. વિદ્યાર્થીઓ માટે આજે થોડો સંઘર્ષપૂર્ણ સમય છે, મહેનત વધારવી પડશે. સ્વાસ્થ્યમાં થાકનો અનુભવ થઈ શકે છે. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંદલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.
સિંહ:
સિંહ રાશિના જાતકોએ આજે કોઈ પણ કામમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર હોવાને કારણે તમે કોઈ પણ કામ માટે ના નહીં કહો. આજે તમારો આત્મવિશ્વાસ દરેક કામમાં વિજય અપાવશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને બોસ તમારા કામના વખાણ કરી શકે છે. વ્યવસાયમાં નવા કરાર (ડીલ્સ) થવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની નવી તકો મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, બસ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. સાંજે કોઈ મિત્રની મદદથી કોઈ ખાસ કાર્ય પૂરું થશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે.
કન્યા:
કન્યા રાસિના જાતકો માટે આજનો દિવસ એક પથી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. નવા કામની શરૂઆત કે રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. આર્થિક ક્ષેત્રમાં સ્થિરતા આવશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે, પરંતુ ગૌરવમાં અહંકાર ન આવે તેનું ધ્યાન રાખવું. પરિવારમાં માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અને ફાયદેમંદ રહેવાનો છે. આજે તમારે તમારી કાર્યશૈલીમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. ઓફિસમાં કોઈ પર વધુ ભરોસો ન કરવો અને તમારા કામ પર જ ધ્યાન આપવું. આર્થિક સ્થિતિમાં ચઢાવ-ઉતાર આવી શકે છે, તેથી આયોજનબદ્ધ ખર્ચ કરવો. જીવનસાથી સાથે કોઈ જૂની વાતને લઈને વિવાદ થઈ શકે છે, સમજદારીપૂર્વક ઉકેલ લાવવો. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું, બહારનું ખાવાનું ટાળવું. સાંજે માનસિક શાંતિ માટે કુદરતી વાતાવરણમાં સમય વિતાવવો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.
વૃશ્ચિક:
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. આજે તમને અચાનક આર્થિક લાભ થવાના યોગ છે, જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે. પારિવારિક માહોલ અત્યંત ખુશહાલ રહેશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એક નવી સિદ્ધિ લઈને આવશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જીવનસાથી સાથે કોઈ ખાસ વાતચીત તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમારે તમારી આસપાસમાં ચાલી રહેલાં કોઈ પણ વાદ-વિવાદથી દૂર રહેવું પડશે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. આજે તમે સામાજિક કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત રહેશો અને લોકો તમારી ઉદારતાની પ્રશંસા કરશે. આર્થિક રીતે દિવસ લાભદાયી છે, જૂના બાકી લેણાં પાછા મળી શકે છે. બિઝનેસમાં કોઈ નવું રોકાણ કરવા માટે દિવસ શ્રેષ્ઠ છે. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તમે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકો છો. સ્વાસ્થ્યમાં થોડી સાવધાની રાખવી, હળવી દોડધામથી બચવું. પરિવારમાં શાંતિ અને સંવાદિતા રહેશે.
મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ભાગદોડવાળો હોઈ શકે છે. આજે કામના વધારાના ભારણને લીધે આજે થોડો માનસિક તણાવ અનુભવાઈ શકે છે, પરંતુ તમારી કાર્યક્ષમતાથી તમે તેને સમયસર પૂરું કરી શકશો. આર્થિક સ્થિતિ સારી રહેશે, બચત પર વધુ ધ્યાન આપવું. સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે અને નવા લોકો સાથે જોડાવાની તક મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે, માત્ર સંતુલિત આહાર લેવો. સાંજે મિત્રો સાથે આનંદમય સમય વિતાવશો. જીવનસાથી સાથે જો કોઈ મુદ્દે આજે બોલાચાલી થઈ હશે તો તેનો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવો પડશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોના હાથમાં આજે કોઈ મોટો પ્રોજેક્ટ આવી શકે છે, જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈ પર લઈ જશે. વેપારમાં અણધાર્યો વિકાસ થશે. દરેક જગ્યાએ તમારી કાર્યક્ષમતાના વખાણ થશે. પારિવારિક સંબંધોમાં રહેલી ગેરસમજ આજે દૂર થશે. પ્રેમ સંબંધો માટે દિવસ ઉત્તમ છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક શાંતિ માટે ધ્યાન કરવું. આત્મવિશ્વાસ વધશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી મળી શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી વાણી પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડશે. કોઈની સાથે કઠોર શબ્દો બોલવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. વ્યવસાયિક બાબતોમાં કોઈ પણ મોટું સાહસ કરતી વખતે સાવધાની રાખવી. કોઈની મદદ કરવાની તક મળે તો ચોક્કસ કરવી. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, બિનજરૂરી ખર્ચ ટાળવો. મનમાં સકારાત્મક વિચારો રાખશો તો દિવસ સફળ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને નિયમિત કસરત કરવી. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું આયોજન પણ કરશો, પરંતુ આ સમયે તમારે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે.