મુંબઈઃ ગ્લેમરસ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે પોતાના વેકેશનની મસ્ત તસવીર શૅર કરી હતી. જેમાં તેનો એક બોલ્ડ અને બ્યૂટીફૂલ અંદાજ જોવા મળ્યો છે. ગ્લેમરસ દેખાતી દિવ્યાનો સ્પોર્ટી લૂક જોઈને ફેન્સ દિવાના થયા હતા. આ દરેક ફોટો પર ફેન્સે દિલ ખોલીને કોમેન્ટ કરી છે. ફેન્સ તેની તસવીર જોરશોરથી શૅર કરી રહ્યા છે. આ દરેક ફોટોમાં તે રીલેક્સ મૂડમાં દેખાઈ રહી છે. યોટ પર મસ્ત એન્જોય કરીને તે સનબાથ લઈ રહી છે. વિટામીન ડી એવું કેપ્શન આપીને તેમે મસ્ત ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં તેની દમદાર ફીગર અને સ્લીમ-ટ્રીમ ફીગર જોરદાર લાગી રહ્યું છે.
ફીટ હૈ વો હીટ હૈ
જીમવેરમાં દેખાતી દિવ્યાનું ટોન્ડ બોડી અને મસલ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સનગ્લાસ, હાઈબન અને મેકઅપ વગરના લૂકમાં તેનો અલગ અંદાજ જોવા મળ્યો છે. સ્ટનિંગ લૂક સાથે તેણે આ તસવીરમાં કોઈ મેકઅપ કર્યો નથી. એથલીટ સ્ટાઈલમાં ફેન્સે દિલ ખોલીને કોમેન્ટ કરી છે. દિવ્યાની બ્યૂટી જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. એક યુઝરે તેના વખાણ કરતા લખ્યું હતું કે, કિલર બ્યૂટી, ક્યૂટ સ્માઈલ, વાહ શું મસ્ત કોમ્બિનેશન છે દિવ્યા, બીજા એક યુઝરે લખ્યું કે, સનશાઈન દિવ્યા. આ સિવાય કેટલાક યુઝરે કોમેન્ટ બોક્સમાં હાર્ટવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે તો કોઈએ ફાયર વાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ તસવીર જોરશોરથી શૅર થઈ રહી છે. નિયોન યલો અને બ્લેક શોર્ટના જીમવેરમાં તે મસ્ત દેખાઈ રહી છે.

લૂકને લઈ હંમેશા ચર્ચામાં
દિવ્યા કામ પોતાના વેસ્ટર્ન લૂકને લઈને ધ્યાન ખેંચે છે. આ તસવીરમાંથી તેનો એક બોલ્ડલૂક જોવા મળ્યો છે. તાજેતરમાં તેને એક ચતુરનાર માટે વુમન પર્ફોમર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. આ પ્રસંગે પણ તેની જોરશોરથી ચર્ચા થઈ હતી. પોતાના લૂકને લઈ તે હંમેશા ચર્ચામાં રહે છે ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક બોલ્ડ લૂક તેને શુટ કરે છે. આ વખતે પણ મસ્ત અંદાજમાં ફોટો ક્લિક કરાવ્યા હતા. દરેક તસવીરમાં તેણે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા.