Mon Oct 05 2026

Logo

નવી મુંબઇથી શ્રીનગર આવેલું ઇન્ડિગોનું વિમાન પાર્કિંગ દરમ્યાન થાંભલા સાથે ટકરાયું, તમામ યાત્રીઓ સુરક્ષિત

2026-09-04 11:58:00
Author: Mumbai Samachar Team
નવી મુંબઇથી શ્રીનગર આવેલું ઇન્ડિગોનું વિમાન પાર્કિંગ દરમ્યાન થાંભલા સાથે ટકરાયું, તમામ યાત્રીઓ સુરક્ષિત

શ્રીનગરઃ નવી મુંબઇથી શુક્રવારે સવારે શ્રીનગર એરપોર્ટ પર આવેલી ઇન્ડિગોની એક ફ્લાઇટ પાર્કિંગ દરમ્યાન વિઝ્યુઅલ ડોકિંગ ગાઇડન્સ સિસ્ટમ (વીડીજીએસ) ના પોલના સંપર્કમાં આવી. ઘટનામાં વિમાનમાં સવાર તમામ યાત્રી અને ચાલક દળના બધા સભ્યો સુરક્ષિત છે. કોઇના ઘાયલ થવાની સૂચના નથી. એરપોર્ટ ઓથોરિટીના અનુસાર ઘટના બાદ પણ એરપોર્ટનું સંચાલન સામાન્ય રીતે ચાલું રહ્યું.


VDGS પોલ સાથે ટકરાયું વિમાન

એરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું, "નવી મુંબઇથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 225 (VT-NOG) સાથે શ્રીનગર એરપોર્ટ પર બે નંબર 06 પર પાર્ક થતી વખતે આ ઘટના બની. આ વિમાન સવારે લગભગ 9 વાગીને 2 મિનિટ પર પાર્કિંગ દરમિયાન VDGS પોલ સાથે અથડાયું. હાલમાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને કોઈના ઈજાગ્રસ્ત હોવાના સમાચાર નથી. મુસાફરો અને ક્રૂને મેન્યુઅલ સીડીઓનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા."

અકસ્માતના કારણોની તપાસ ચાલુ 

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "ઘટનાનું કારણ અને પરિસ્થિતિઓની તપાસ નક્કી કરેલી પ્રક્રિયાઓ અનુસાર સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. તપાસ પૂરી થયા પછી જ સાચું કારણ જાણવા મળશે અને હાલ આ તબક્કે કારણ વિશે કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં ઉતાવળ ન કરવી જોઇએ. દરમિયાન, એરપોર્ટનું કામકાજ સામાન્ય સંજોગો પ્રમાણે ચાલુ છે અને ફ્લાઇટ્સનું ટેક ઓફ અને લેન્ડિંગ શિડ્યુલ મુજબ ચાલુ છે. ઓથોરિટીએ કહ્યું કે શ્રીનગર એરપોર્ટ તમામ મુસાફરો અને સ્ટેકહોલ્ડર્સ માટે સુરક્ષિત અને ઉત્તમ કામકાજ સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ."

મહત્વનું છે કે આ અગાઉ ગોવામાં પણ ઇન્ડિગોના વિમાનમાં ખરાબી આવી હતી. હાલમાં જ ગોવાના એક એરપોર્ટ પર ઇન્ડિગોના વિમાનમાં એન્જિનમાં ઉડ્યન ભરતી વખતે ખરાબી આવી ગઇ. હવામાં એન્જિનમાં ખરાબીના કારણે 'ફુલ ઇમરજન્સી' જાહેર કરવી પડી હતી. જાણકારી અનુસાર વિમાનમાં 229 યાત્રીઓ હતા. આ વિમાન ગોવાથી દિલ્હી જઇ રહ્યું હતું. દરમ્યાન ગોવાના એરપોર્ટથી ટેક ઓફ કર્યા બાદ એન્જિનમાં અચાકન ખરાબી આવી ગઇ. ત્યારબાદ વિમાનને પાછું ગોવા લાવવું પડ્યું. વિમાનના બધા યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.