મુંબઈઃ બ્લોક બસ્ટર ફિલ્મ હનુમાન અંશ જેમના પરથી બની એ નીમ કરોલી બાબાનું ફેસબુક ઝુકરબર્ગ સાથે કનેકશન છે. વર્ષ 2015 માં માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે તેમણે સ્ટીવ જોબ્સની સલાહ પર નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી. તે સમયે ફેસબુક પ્રારંભિક તબક્કામાં હતું અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું, જેના કારણે ઝુકરબર્ગને કંપનીની દિશાને લઈને થોડી શંકા થવા લાગી હતી. આવા સમયમાં સ્ટીવ જોબ્સે તેમને ભારત જઈને કૈંચી ધામ આશ્રમની મુલાકાત લેવાની સલાહ આપી હતી.
જે બાદ ઝુકરબર્ગ ભારત આવ્યા અને નીમ કરોલી બાબાના આશ્રમમાં થોડો સમય વિતાવ્યો. ત્યાંના શાંત વાતાવરણ અને અનુભવે તેમને એક નવા ઉદ્દેશ્યનો અનુભવ કરાવ્યો હતો. આ યાત્રા પછી ફેસબુકના મિશન 'દુનિયાને જોડવા' પર તેમનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. પાછળથી તેમણે કહ્યું કે આ અનુભવે તેમને મુશ્કેલ સમયમાં આગળ વધવાની હિંમત અને આત્મવિશ્વાસ આપ્યો હતો.
નીમ કરોલી બાબાના ઉપદેશો
નીમ કરોલી બાબાના ઉપદેશો ખૂબ જ સરળ અને જીવન સાથે જોડાયેલા છે. તેઓ કહેતા કે દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને સન્માનપૂર્વક વર્તવું જોઈએ. જીવનનો સાચો અર્થ અન્ય લોકોની મદદ કરવાનો છે. તેમના મતે, કોઈ અપેક્ષા રાખ્યા વિના સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે.
વૈશ્વિક સ્તરે નીમ કરોલી બાબાની લોકપ્રિયતા
નીમ કરોલી બાબાની લોકપ્રિયતા માત્ર ટેક જગત પૂરતી જ સીમિત નથી, પરંતુ તેમના વિચારોને સમગ્ર વિશ્વમાં માનવામાં આવે છે. તેમનો આશ્રમ આજે પણ વિદેશીઓ, સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અને આધ્યાત્મિક શાંતિની શોધમાં રહેલા લોકોને આકર્ષિત કરે છે. તેમના ઉપદેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં રામ દાસના પુસ્તક મિરેકલ ઓફ લવ એ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં તેમણે નીમ કરોલી બાબા સાથેના પોતાના અનુભવો વર્ણવ્યા છે.
તેમની વિચારસરણી દોડધામભરી અને તણાવપૂર્ણ જિંદગી વચ્ચે શાંતિ, એકાગ્રતા અને માનવતા શીખવતી હોવાથી ટેક લીડર્સને વધારે ગમે છે. આ જ કારણથી ઘણા લોકો તેમના ઉપદેશોને પોતાના કામ અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે, જેથી તેઓ વધુ સારો દ્રષ્ટિકોણ, રચનાત્મકતા અને લોકો પ્રત્યે સંવેદનશીલતા કેળવી શકે. આ ઉપરાંત ભારતમાં પણ ઘણી જાણીતી હસ્તીઓ નીમ કરોલી બાબા પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. જેમ કે ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની તથા બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા બંને ઘણી વખત કૈંચી ધામ આશ્રમની મુલાકાતે જાય છે.
ઉલ્લેખનીય છે કે, નીમ કરોલી બાબા, જેમને નીબ કરોરી બાબા અને તેમના અનુયાયીઓ મહારાજ-જી તરીકે પણ ઓળખે છે, તેઓ એક હિન્દુ ગુરુ અને હિન્દુ દેવતા હનુમાનના ભક્ત હતા. તેમનો જન્મ લગભગ 1900ની આસપાસ "લક્ષ્મણબાબાના અનુયાયીઓ તેમને હનુમાનજીનો અવતાર માને છે. બાબાના જીવન સાથે ઘણા ચમત્કારો પણ જોડાયેલા છે. પરંતુ આટલી મહાનતા હોવા છતાં તેઓ પોતાને એક સામાન્ય વ્યક્તિ માનતા હતા અને કોઈપણ ભક્તોને તેમના ચરણ સ્પર્શ કરવા દેતા નહોતા.