Tue Oct 06 2026

Logo

દિલ્હી હાટ ફેસ્ટિવલમાં મેઘાલયનાં વિક્રમી 30 ટન અનાનસનું વેચાણ

2026-07-13 20:24:14
Author: Ramesh Gohil
દિલ્હી હાટ ફેસ્ટિવલમાં મેઘાલયનાં વિક્રમી 30 ટન અનાનસનું વેચાણ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલા ત્રણ દિવસીય `દિલ્હી હાટ' ફેસ્ટિવલમાં વિક્રમી 30 ટન તાજા પ્રીમિયમ અનાનસનું વેચાણ થયું હોવાનું રાજ્ય સરકારે એક યાદીમાં જણાવ્યું હતું. 

રાજ્યના મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાએ ચોથા મેઘાલય પાઈનેપલ ફેસ્ટિવલને બહોળો પ્રતિસાદ આપવા બદલ દિલ્હીની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે આ વર્ષનાં ફેસ્ટિવલમાં મેઘાલયના 30 ટન તાજા અનાનસનું વેચાણ થયું હતું. આ પૂર્વે ગત સાલ 15.4 ટનનું અને વર્ષ 2023માં 7.7 ટનનું વેચાણ થયું હતું. આ વર્ષે થયેલું બમણું વેચાણ મેઘાલયના પ્રીમિયમ ક્વૉલિટીનાં અનાનસની વધી રહેલી માગ દર્શાવે છે. આ અનાનસની મીઠાશ વધુ હોવાની સાથે તે સોડમદાર પણ છે અને ઓછી એસિડિટી ધરાવે છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મેઘાલય સરકાર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ ખેડૂતોને સંગઠિત રિટેલરો સાથે, ફૂડ પ્રોસેસરો, નિકાસકારો અને ગ્રાહકો સાથે સીધા સાંકળવા માટે રાજ્યના મુખ્ય પ્લેટફોર્મ તરીકે વિકસિત થયો છે.