Wed Sep 09 2026

Logo

સુરતમાં ભણતરના દબાણથી કંટાળી 12 વર્ષના બાળકે ઘર છોડ્યું, મહારાષ્ટ્રના દહાણુંમાંથી મળ્યો

2026-07-14 21:50:19
Author: Chandrakant Kanoja
સુરતમાં ભણતરના દબાણથી કંટાળી 12 વર્ષના બાળકે ઘર છોડ્યું, મહારાષ્ટ્રના દહાણુંમાંથી મળ્યો

સુરત: સુરતના વરાછા વિસ્તારમાંથી એક  ધોરણ-7 માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી  ભણતરના ભારથી કંટાળી ઘર છોડીને ભાગી જતા ચકચાર મચી ગઈ હતી. બાળકના આ પગલાથી પરિવારજનો ભારે આઘાતમાં આવી ગયા હતા. સુરતના વેસુની જાણીતી એસ.ડી.જૈન સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતો અને પીપોદરાના લૂમ્સ કારખાનેદારનો 12 વર્ષનો પુત્ર ભણતર સહિતના તણાવમાં ટ્યુશનેથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો.

પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી 

આ પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી છતાં બાળકનો કોઈ પત્તો ન મળતા આખરે ભારે હૈયે વરાછા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

દહાણું રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢ્યો

વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં 150થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસીને રેલવે પોલીસની મદદથી માસૂમને મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢ્યો હતો. દીકરાને સહીસલામત જોઈને પોલીસ સ્ટેશનમાં જ માતા-પિતા રડી પડ્યા હતા અને અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.