Wed Jul 15 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:12 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-12 07:28:41
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-12 20:24:33

ટેસ્ટ ટીમના કોચપદેથી મૅક્લમની હકાલપટ્ટી, પણ...

ન્યૂ ઝીલૅન્ડના મહાન બૅટ્સમૅન બ્રેન્ડન મૅક્લમને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે ટેસ્ટ ટીમના કોચના હોદ્દા પરથી હટાવી દીધો છે. જોકે તેને વાઇટ બૉલ ફૉર્મેટ (વન-ડે અને ટી-20) માટેની બ્રિટિશ ટીમના કોચપદે જાળવી રાખવામાં આવ્યો છે. થોડા મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લૅન્ડનો 1-4થી પરાજય થયો ત્યારે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો, પણ હવે 2027ની ઍશિઝને ધ્યાનમાં લઈને બોર્ડે યુ-ટર્ન લીધો છે. 2022માં તેને ટેસ્ટ ટીમના કોચિંગનો અખત્યાર સોંપાયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તેના કોચિંગમાં ઇંગ્લૅન્ડ 27 ટેસ્ટ જીત્યું, 20 હાર્યું અને બે ડ્રૉ સામેલ છે. જોકે ઇંગ્લૅન્ડનો છેલ્લી નવમાંથી સાત ટેસ્ટમાં પરાજય થયો હતો.

2026-07-12 19:59:52

સંસદીય સમિતિએ જેલ ગયેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી

સંસદીય સમિતિ દ્વારા ગંભીર ગુનામાં 30 દિવસ સુધી જેલમાં રહેલા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રીને પદ પરથી દૂર કરવાના બદલે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. આ પૂર્વે તેમને પદ પરથી દૂર કરવાની ભલામણના પગલે વિપક્ષની ચિંતા વધી હતી.

2026-07-12 19:47:13

માંજલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ્ પક્ષે તેના ઉમેદવાર તરીકે ભીખાભાઇ રબારીના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

2026-07-12 18:51:23

વિયેતનામમાં 15 ભારતીયોના મોત બાદ પોલીસ એક્શનમાં, બોટ કેપ્ટનની ધરપકડ

વિયેતનામના પ્રખ્યાત પ્રવાસી સ્થળ 'ફૂ કુઓક' ટાપુ પર શનિવારે ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક ટુરિસ્ટ બોટ સમુદ્રમાં પલટી હતી. આ ભયાનક અકસ્માતમાં 15 ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જેની બાદ પોલીસ એક્શનમાં આવી છે તેમજ સ્પીડબોટના કેપ્ટનની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

2026-07-12 18:12:29

સાયબર ઠગોએ સીએ ને પણ ના છોડ્યા, ઓનલાઇન રોકાણના નામે 21 કરોડનો ચૂનો લગાવ્યો

દેશમાં સતત સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે. તેવા સમયે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સાયબર ઠગોએ 70 વર્ષના સીએને પણ  21 કરોડનો ચૂનો લગાવ્યો છે. તેમની પાસેથી ઓનલાઇન રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર સેલે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

2026-07-12 17:41:08

રામમંદિર બાદ બદ્રીનાથ મંદિરમાં દાનચોરીની ઘટના, પોલીસને પુરાવા મળ્યા

અયોધ્યાના રામમંદિરમાં દાન ચોરી કેસ બાદ બદ્રીનાથ મંદિરમાં કથિત દાનચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પોલીસને મંદિર પરિસર અને ગણતરી ખંડના સીસીટીવી ફૂટેજમાંથી પુરાવા મળ્યા છે.

2026-07-12 16:50:39

સંસદના ચોમાસું સત્ર પૂર્વે 19 જુલાઇના રોજ સર્વપક્ષીય બેઠક, સરકારે રજૂ કરશે એજન્ડા

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઇના રોજથી શરૂ થવાનું છે. જોકે, તે પૂર્વે 19 જુલાઇના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.  આ બેઠકમાં સરકાર કાયદાકીય કાર્યસૂચિની રૂપરેખા રજૂ કરશે.

2026-07-12 08:15:38

ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેઓ આજે  અમદાવાદના સાયન્સ સીટી ડોમ ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં હજારી આપશે. આ સાથે અમિત શાહ અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે. પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા 'એક પેડ મા કે નામ' ગ્લોબલ મિશનને આગળ ધપાવતા ગૃહ પ્રધાન આજે ગુજરાતમાં એક અનોખા ઐતિહાસિક રેકોર્ડના સાક્ષી બનશે. આજે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને સંસ્થાઓમાં એકસાથે 1 કરોડથી વધારે વૃક્ષો વાવવાની એક વ્યાપક મિલીયન-ટ્રી ડ્રાઇવ લોન્ચ કરવામાં આવશે. કેટલીક જગ્યાએ અમિત શાહ પણ જાતે વૃક્ષારોપણ કરશે.