ચેન્નઈઃ એક્ટ્રેસ શ્રુતિ હસને આખરે પોતાનું ડ્રિમ હોમ ખરીદી લીધું છે. સાઉથની સુપરસ્ટારે સોમવારે (13.7.2026) પોતાના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.નવા ઘરમાં તે પૂજા કરી રહી છે એ તસવીર સામે આવી છે. સિમ્પલ લૂકમાં પણ તે ખૂબ જ બ્યૂટીફૂલ લાગી રહી છે. મુંબઈ અને હૈદરાબાદ બાદ હવે ચેન્નઈમાં પણ એક્ટ્રેસે પોતાની પ્રોપર્ટી લોક કરી દીધી છે. હવે ચેન્નઈના પ્રાઈમ ગણાતા એરિયામાં તેણે પોતાનો ફ્લેટ લઈ લીધો છે. હૈદરાબાદમાં પણ પ્રાઈમ લોકેશન પર શ્રુતિનું ઘર છે. આ ઘર પણ ખૂબ આલિશાન માનવામાં આવે છે. ચેન્નઈમાં ખરીદેલું નવું ઘર પણ આલિશાન છે.

બેસ્ટ તસવીર સામે આવી
નવા ઘરમાં પૂજા કરતી શ્રુતિની બેસ્ટ તસવીર સામે આવી છે. જ્યારે ફરાહ ખાન શ્રુતિને મળવા માટે તેના મુંબઈવાળા ફ્લેટ પર પહોંચી હતી એ સમયે મુંબઈનું ઘર અંદરથી કેવું છે જો જોવાનો પણ ચાન્સ મળ્યો હતો. ચેન્નઈ શ્રુતિનું હોમટાઉન છે. સૂત્રો એવું જણાવી રહ્યા છે કે શ્રુતિ હવે અહીંયા જ રહેશે. થોડા સમયમાં કેટલોક સામાન પણ શિફ્ટ થવાનો છે. શ્રુતિ પોતાના નવા ઘરમાં જમીન પર બેસીને પૂજા કરી રહી છે.
સેલિબ્રેશન માટે રાખવામાં આવેલી મીઠાઈ તથા નવા ઘરની ચાવી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર પાપારાઝી માનવ મંગલાનીએ શૅર કરી છે. શ્રુતિએ પણ આ નવા ઘરની ઝલક પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. વર્ષ 2024માં શ્રુતિએ પહેલીવાર પોતાના સોલોહોમનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ 2024માં શ્રુતિએ પોતાના એક ઘરની તસવીર શૅર કરી હતી. જેને એકલા રહેવાની જગ્યા બતાવી હતી.

તસવીરમાં શ્રુતિ એકલી બેઠેલી જોવા મળી રહી છે. પોતાના રૂમ તરફ જોઈને એક મસ્ત સ્માઈલ આપી રહી છે. શ્રુતિએ એ સમયે લખ્યું હતું કે, જ્યારે 18 વર્ષની હતી એ સમયે આ છત પર બેસીને આરામથી સમય પસાર કરી હતી, આ મારૂ પહેલું 'સોલો હોમ' હતુ, મેં અહીંયા જીવન અને ખુદ વિશે વિચારવા તથા કરવા માટેનું ઘણું શીખ્યું છે. અહીંયાથી જ ખુદ માટે સપના જોવાનું શરૂ કર્યું હતું.
ખૂબ જ ખાસ છે આ પ્લેસ
મ્યુઝિક, મ્યુઝિક સ્કૂલ, લેખન અંગે વિચારવાનું શરૂ કર્યું હતું. પહેલીવાર અહીંયાથી જ મને મારી લાઈફ અને ખુદ સાથે એક અલગ પ્રેમ થયો હતો. શ્રુતિની મુખ્ય સંપત્તિમાં મુંબઈમાં એક ભવ્ય લક્ઝરી ડુપ્લેક્સનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹15 કરોડ હોવાનું કહેવાય છે. હૈદરાબાદમાં એક ઘર પણ ધરાવે છે. ચેન્નાઈમાં આ નવા નિવાસસ્થાન સહિત, તેણી પાસે બે વૈભવી મિલકતો છે.
'સલાર' અભિનેત્રીને લક્ઝરી કારનો પણ શોખ છે. રેન્જ રોવર સ્પોર્ટ અને ઓડી Q7 જેવી આઈકોનિક ગણાતી કાર પણ છે. શ્રુતિ હાસનની ફી અને નેટવર્થ અંગે વાત કરવામાં આવે તો અંદાજ મુજબ તેમની કુલ નેટવર્થ આશરે ₹45–₹50 કરોડ છે. તે પ્રતિ ફિલ્મ ₹3 કરોડ થી ₹8 કરોડ ચાર્જ કરે છે. તમિલ, તેલુગુ અને હિન્દી સિનેમામાં લોકપ્રિય, શ્રુતિ પ્લેબેક સિંગિંગમાં સારૂ કામ કરી રહી છે, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી નોંધપાત્ર આવક મેળવે છે.
મુંબઈનું ઘર પણ ઘણું એન્ટીક છે
હવે જ્યારે આ નવા ઘરના હાઉસવોર્મિંગ સમારોહના ફોટા સામે આવ્યા છે, ત્યારે ચાહકો શ્રુતિ હાસનને અભિનંદન આપી રહ્યા છે. અગાઉ, ફરાહ ખાન દ્વારા શેર કરાયેલા શ્રુતિ હાસનના મુંબઈના ઘરની ઝલક પણ તેના ગોથિક અને ગામઠી સજાવટને કારણે હેડલાઇન્સમાં આવી હતી. અભિનેત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઘરને તેણીના પોતાના અંગત માઈલસ્ટોન મેમરીઝ સાથે સાથે વિશ્વભરમાંથી એકત્રિત કરેલી વસ્તુઓથી ઘરને ડેકોરેટ કર્યું છે. પિતા કમલ હાસન દ્વારા ભેટમાં આપેલ છરી, તેણીની મુસાફરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બતકની મૂર્તિઓ, પુસ્તકો, પોસ્ટરો, ડિસ્કો બોલ અને એનાઇમ મૂર્તિઓનો સમાવેશ થાય છે.