Tue Jul 14 2026

Logo

'ભૂલભુલૈયા 4'ની સ્ટોરીમાં શું હશે નવો ટ્વિસ્ટ? મેકર્સે શરૂ કરી દીધી વધુ એક સિક્વલની તૈયારીઓ

2026-07-14 21:03:19
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ 'ભૂલભૂલૈયા' આવ્યા બાદ એનો બીજો અને ત્રીજોભાગ આવ્યો હતો. હવે ચોથા ભાગને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. કાર્તિક આર્યન ફરી એકવાર 'રૂહબાબા'ના રોલમાં જોવા મળશે. આ માટે કાર્તિકે મેકર્સ સાથે હાલ મિલાવી લીધા છે. હવે આ ફિલ્મ ક્યારે ઓન ફ્લોર થાય એના પર સૌની નજર છે. બોલિવૂડની સૌથી પોપ્યુલર અને કોમેડી ફિલ્મ 'ભૂલભૂલૈયા'ને લઈ ફેન્સમાં એક પ્રકારો ક્રેઝ જોવા મળ્યો હતો. આ ક્રેઝ ફરીવાર જોવા મળવાનો છે. 

ફાઈનલી આવશે ચોથો ભાગ
ચોથો ભાગ આવશે કે નહીં એની હિન્ટ ફિલ્મમાંથી જ મળી જતી હતી. આ ફિલ્મ જોયા બાદ ઘણા ફેન્સ એવું માની રહ્યા હતા કે,ચોથો ભાગ આવશે. હવે ફાઈનલી ચોથો ભાગ આવે એવા એંધાણ વર્તાય રહ્યા છે.વર્ષ 2024માં ત્રીજોભાગ આવ્યો હતો. આવનારી નવી ફિલ્મમાં કાર્તિક આર્યન હશે એ ફાઈનલ થઈ ગયું છે. મેકર્સ હવે આ ફિલ્મને લગતા કામે લાગી ગયા છે. ફિલ્મની થીમ કેવી હશ અને વાર્તા શું હશે એ અંગે હજું સુધી કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. મેકર્સ હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે. પણ તૈયારીઓમાં વિષય સ્પષ્ટ થયો નથી. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મને લઈને ચર્ચા શરૂ થઈ હતી પણ કંઈ નક્કી થતું ન હતું, હવે આ ફિલ્મના ચોથા ભાગને લઈને વાત નક્કી થઈ ગઈ છે. મેકર્સે આ પ્રોજેક્ટને લઈને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જેમાં કાર્તિક હોવાનું નક્કી છે. ફિલ્મનું ડાયરેક્શન કોણ કરશે અને લીડ એક્ટ્રેસ કોણ હશે એ અંગે હજું કંઈ ફાઈનલ નથી. આવતા વર્ષે આ ફિલ્મનું શુટિંગ થાય એવી પૂરી શક્યતાઓ છે. 

ક્યાં થશે ફિલ્મનું શુટિંગ?
હાલમાં ફિલ્મના પ્રાથમિક કેટલાક પ્રોજેક્ટ પર કામ ચાલું છે. હાલમાં માત્ર સ્ટેજ સંબંધિત કામ ચાલી રહ્યું છે. કોઈ હાઈલેવલનું પ્લાનિંગ થયા બાદ કોઈ વધુ વિગત સામે આવી શકે છે. રિપોર્ટમાંથી વિગત એ જાણવા મળી છે કે, સ્ક્રિપ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ભૂષણ કુમાર ફરીએકવાર આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આવનારા કેટલાક મહિનામાં સ્ક્રિનપ્લે ફાઈનલ થઈ શકે છે. એ પછી લોકેશન નક્કી થશે અને ફિલ્મનું શુટિંગ શરૂ થશે. આ પહેલા આવેલી આ ફિલ્મની સિક્વલ ફિલ્મનું શુટિંગ કૉલકાતાના કેટલાક ભાગ પર કરવામાં આવ્યું હતું. એ પછી કેટલાક શુટ રાજસ્થાનમાં કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને લઈ હજું ખાસ કોઈ વિગત સામે આવી નથી.