Tue Jul 14 2026

Logo

બલુચિસ્તાન પાકિસ્તાનથી 'આઝાદ' થયું? જાણો સોશિયલ મીડિયાના વાયરલ 'સિક્રેટ'!

Karachi   2026-07-14 17:07:00
Author: Mumbai Samachar Team
Article Image

કરાંચીઃ પાકિસ્તાનના પાડોશી પ્રાંત બલુચિસ્તાને એક એવું પગલું ભર્યું છે જેનાથી પાકિસ્તાનમાં સત્તા પર બેઠેલા કેટલાક આકાઓને આઘાત લાગ્યો છે. બલુચિસ્તાને અચાનક એક નિર્ણય કરીને પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. પાકિસ્તાનથી આઝાદ કરીને મોટું એલાન કરી દીધું છે. આ સાથે 85 ટકા જમીન પર કબજો પણ કરી લીધો છે. બલુચિસ્તાને પોતાને પાકિસ્તાનથી આઝાદા દેશ તરીકેનું એલાન કરી દીધું છે. 

બલુચિસ્તાન એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યું છે. આ વાત સામે આવતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. આ સાથે એક પત્ર પણ જાહેર કર્યો છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, બલુચિસ્તાન સેનાએ 85 ટકા જમીન પર કબજો કરી લીધો છે. આ સાથે પોતાના દેશનો એક રાષ્ટ્રધ્વજ પણ લહેરાવી દીધો છે. રાષ્ટ્રગાન તથા નવી કરન્સી જાહેર કરવાનું પણ એલાન કર્યું છે. 

એજન્સીમાંથી મોટી સંખ્યામાં લોકોના રાજીનામા

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલા એક લેટરમાં કહેવામાં આવ્યું છે કે, નવી સરકાર પાસે ખનિજ ક્ષેત્ર, ગેસ ક્ષેત્ર માટેના કેટલાક પોઈન્ટ, કોલસાની ખાણ તથા ખનિજ ખનન પર સંપૂર્ણ રીતે નિયંત્રણ છે. આ સિવાય પાકિસ્તાન એજન્સીમાંથી મોટી સંખ્યામાં રાજીનામું આપીને લોકો બલુચિસ્તાનનો સાથ આપવા માટે પણ તૈયાર થઈ ગયા છે અને સ્થળાંતર કરી ચૂક્યા છે. પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બલુચિસ્તાન ચાલી રહેલી તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને લેતા પાકિસ્તાન સામે મોરચો માંડ્યો હતો. અનેકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. 

બલુચિસ્તાનના લોકોએ પણ આસિમ મુનિર તથા શાહબાઝ શરીફની સામે નારેબાજી કરી હતી. હવે બલુચિસ્તાને પોતાને એક આઝાદ દેશ તરીકે જાહેર કરતા પાકિસ્તાન માટે માથાનો દુખાવો ઔર વધી ગયો  છે. મહત્ત્વની વાત એ છે કે, જે લેટર વાયરલ થયો છે એ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સાથે હજુ સુધી કોઈ પ્રમુખ આંતરરાષ્ટ્રીય સંસ્થા અથવા માન્યતા પ્રાપ્ત સરકારે બલુચિસ્તાનને એક સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવાની કોઈ જાહેરાત કરી નથી. ટૂંકમાં, મામલો સ્પષ્ટ નથી. માત્ર જાહેરાત છે, પરંતુ આ મુદ્દો સોશિયલ મીડિયા પર આ મુદ્દાએ જોર પકડ્યું છે. 

પાકિસ્તાનને મોટો ફટકો

બલુચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી હિંસાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બલુચ વિદ્રોહીઓ તથા તહરીક એ તાલિબાન પાકિસ્તાનના આતંકવાદી સુરક્ષાલક્ષી ઠેકાણાને ટાર્ગેટ કરી રહ્યા છે. 5 જુલાઈના રોજ સુઘીમાં કુલ 109 આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે, જેમાં 71 આંતકવાદી ઑપરેશન શાબાન દરમિયાન માર્યા ગયા હતા. આ અભિયાન પાકિસ્તાન સેના, ફ્રન્ટિયર કોર અને બલુચિસ્તાન પોલીસ સાથે મળી ચલાવ્યું હતું, જોકે સ્થિતિ વધુ બદલી ચૂકી છે. 

પાકિસ્તાન અને બલુચિસ્તાન સાથે ડખો અત્યારનો નથી. પાકિસ્તાને પણ ઘણીવાર અણધાર્યા હુમલા કર્યા છે. સામે બલુચિસ્તાન પણ લડી લેવાના મૂડમાં હતું આ સંજોગોમાં હવે બલુચિસ્તાને એક મોટો નિર્ણય લેતા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે, જોકે હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી.