Fri Jul 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:15 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-15 07:43:42
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-15 21:30:10

રામ મંદિર દાન ચોરી કેસનો એસઆઈટી અહેવાલ લગભગ તૈયાર

અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરીની તપાસ કરી રહેલી એસઆઈટીનો રિપોર્ટ લગભગ તૈયાર થઇ ચૂક્યો છે. તેમજ આગામી 48 કલાકમાં સત્તાધિકારીને સુપત્ર પણ કરી શકે છે.

2026-07-15 19:48:31

યોગી સરકારનો સપાટો,આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીના 38 રૂમ તોડી પડાશે

ઉત્તર પ્રદેશના યોગી સરકાર દ્વારા સપા નેતા આઝમ ખાનની મિલકત પર  કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે આઝમ ખાનની માલિકીની જૌહર યુનિવર્સિટીના કેટલાક ભાગોને તોડી પાડવા માટે બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવશે. જેમાં જૌહર યુનિવર્સિટીના 40 માંથી 38 ગેરકાયદે રૂમ તોડી પાડવામાં આવશે

2026-07-15 18:00:11

અમેરિકાએ ઈરાન પર હવે  દિવસે પણ હવાઇ હુમલા કર્યા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા હવે ફરી ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં બુધવારે દિવસે પણ ઈરાન પર હુમલા કર્યા હતા.

2026-07-15 16:10:03

કેબીનેટમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ને મંજૂરી

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ને મંજૂરી આપી છે. જેને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.

2026-07-15 14:53:40

નોએડાના મમુરામાં ભીષણ આગઃ 50 પરિવાર ફસાયા

નોએડાના મમુરા ગામમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે, જેમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે આગમાં પચાસ પરિવાર ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

2026-07-15 14:53:01

બપોરે 12 થી 2માં 26 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે બપોરે 12 થી 2 કલાકના સમયગાળામાં 26 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ વરસાદ વરસ્યો હતો. સવારે  6 થી બપોરના 2 કલાક સુધીમાં 50 તાલુકામાં મેઘમહેર થઈ હતી.

2026-07-15 13:43:50

સુરતમાં પુરના પાણીથી નુકસાની બદલ સરકારે જાહેર કર્યું પેકેજ

રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

2026-07-15 13:43:12

આણંદમાં નશાની હાલતમાં PI ઝડપાયો

આણંદ SP ઓફિસમાં ફરજ બજાવતા PI પી.પી. વસાવા નશાની હાલતમાં ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. PI વસાવાએ દારૂના નશામાં બોરસદ વિસ્તારમાં બેફામ કાર હંકારી ઉપરાછાપરી અકસ્માતો સર્જ્યા હતા. કારની તપાસ દરમિયાન પોલીસના બૂટ, ટોપી અને ઓળખપત્ર પણ મળી આવ્યા હતા.

2026-07-15 12:45:45

સવારે 10 થી 12માં 15 તાલુકા વરસાદમાં ભીંજાયા

રાજ્યમાં સવારે 10 થી બપોરના 12 કલાક સુધીના સમયગાળામાં 15 તાલુકા વરસાદમાં ભીંજાયા હતા. સુરતના કામરેજમાં સૌથી વધુ 0.51 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢ, રાજકોટ, વડોદરા, કચ્છ, બોટાદ, જામનગરમાં પણ વરસાદ વરસ્યો હતો.

2026-07-15 10:49:08

ગુજરાતમાં બે કલાકમાં 17 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ગઈકાલથી ફરી ચોમાસું સક્રિય થયું છે. આજે સવારે 8 થી 10 કલાકના સમયગાળામાં 17 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના માંડવીમાં બે કલાકમાં સૌથી વધુ 0.83 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-15 10:01:53

સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી

સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. મળતી વિગત પ્રમાણે રાજકોટ તાલુકામાં 1 બાળક અને સુરેન્દ્રનગરના 1 બાળકમાં લક્ષણ દેખાયા છે. જે બાદ સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.

2026-07-15 10:00:52

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મ દિવસની શુભેચ્ઠા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં અગ્રેસર છે. હું તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

2026-07-15 08:44:36

સવારે 2 કલાકમાં 5 તાલુકામાં મેઘમહેર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે સવારે 6 થી 8 ના સમયગાળામાં રાજ્યમાં 5 તાલુકામાં મેઘમહેર થઈ છે. ગીર સોમનાથના તાલાલામાં 0.31 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયામાં 0.20 ઇંચ, સુરતના ઉમરપાડામાં 0.20 ઇંચ, જામનગરના લાલપુરમાં 0.12 ઇંચ તથા સુરતના અરેઠમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-15 07:44:48

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે એક પણ જગ્યાએ ભારે વરસાદ પડ્યો નહોતો.