નવી દિલ્હીઃ રવિવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની અંતિમ વન-ડે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માની કદાચ અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ બનશે.
સિલેક્ટરો રોહિતને આ શ્રેણી પછી કોઈ વન-ડે સિરીઝ માટેની ટીમમાં સિલેક્ટ કરશે એની સંભાવના બહુ ઓછી છે.
બની શકે કે આ વાત રોહિતને જણાવી દેવામાં આવી હશે અથવા ખુદ રોહિત ટેસ્ટ અને ટી-20 પછી હવે વન-ડેમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દેશે.
રોહિત છેલ્લી આઠ વન-ડેમાં 88.6ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ફક્ત 241 રન બનાવી શક્યો છે. રોહિતને 2027ના વર્લ્ડ કપ સુધી વન-ડેની ટીમમાં જાળવી રાખવામાં આવશે એવી સંભાવના ન હોવાથી રવિવાર તેની કરીઅરનો આખરી દિન બની શકે.