Sat Sep 12 2026

Logo

દિલ્હી પોલીસે જેલમાં ખંડણી અને લાંચ રેકેટ કેસમાં 11 લોકોની ધરપકડ કરી

2026-07-16 22:36:00
Author: Mumbai Samachar Team
દિલ્હી પોલીસે જેલમાં ખંડણી અને લાંચ રેકેટ કેસમાં 11 લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી: દિલ્હી પોલીસની એન્ટી કરપ્શન બ્રાંચે જેલમાં ચાલી રહેલા ખંડણી અને લાંચ રેકેટ કેસનો પર્દાફાશ કર્યો છે. તેમજ આ રેકેટમાં જોડાયેલા 11 લોકોની ધરપકડ કરી છે. આ કેસની તપાસમાં  જેલ અધિકારીઓ, કેદીઓ, વકીલો અને નાગરિકો સાથે સંકળાયેલા ગુનાહિત સાંઠગાંઠનો ખુલાસો થયો છે. 

અગિયાર વ્યક્તિઓમાં  જેલ સ્ટાફ, કેદીઓ અને વકીલોનો સમાવેશ 

આ રેકેટ સાથે જોડાયેલા અગિયાર વ્યક્તિઓમાં  જેલ સ્ટાફ, કેદીઓ, વકીલો અને જાહેર જનતાનો સમાવેશ થાય છે. આ તપાસમાં એક સંગઠિત ગુનાહિત સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. 

કેદીઓને અનધિકૃત સુવિધાઓ મળતી હતી 

આ આરોપીઓએ જેલમાં સુરક્ષા, પસંદગીની સારવાર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાના બદલામાં અંડરટ્રાયલ કેદીઓના પરિવારો પાસેથી પૈસા પડાવ્યા હોવાનો આરોપ છે. તેમજ ચૂકવણીના બદલામાં, કેદીઓને અનધિકૃત સુવિધાઓ મળતી હતી. 

છટકું ગોઠવીને આરોપીને ₹1 લાખની લાંચ સાથે  ઝડપ્યો  

આ અંગે દિલ્હી પોલીસની એન્ટી કરપ્શન બ્રાંચને  9 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ મળી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેના પિતા અને ભાઈને રોહિણી જેલમાં અંડરટ્રાયલ કેદીઓ તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમની સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે તેમને પૈસા ચૂકવવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરતા છટકું ગોઠવીને આરોપીને ₹1 લાખની લાંચ લેતા રંગે હાથે પકડી લીધો હતો.