Fri Jul 17 2026

Logo

અયોધ્યામાં સ્ટાર્સનો દબદબો! અમિતાભ બચ્ચન પછી રણબીર કપૂરે પણ ખરીદી અયોધ્યામાં પ્રોપર્ટી, જાણો કેટલું કર્યું રોકાણ?

2026-07-16 19:15:08
Author: Darshana Visaria
Article Image

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બન્યા બાદ આ નગરી માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં, પણ રિયલ એસ્ટેટનું સૌથી મોટું હબ બની ગઈ છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ અહીં પ્રોપર્ટી ખરીદવા માટે ઉત્સુક છે. તાજેતરના સામે આવેલા અહેવાલો મુજબ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બાદ હવે અભિનેતા રણબીર કપૂરે પણ અયોધ્યામાં મોટું રોકાણ કર્યું છે.

કોણે કેટલું રોકાણ કર્યું?
અમિતાભ બચ્ચને અયોધ્યામાં 'ધ સરયુ' પ્રોજેક્ટમાં જમીન ખરીદી છે. એક રિપોર્ટ મુજબ, તેમણે આ પ્રોજેક્ટમાં અંદાજે 90 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. બિગ બીનું આ રોકાણ અયોધ્યાના વધતા જતાં મહત્વ અને ભવિષ્યની તકોને ધ્યાનમાં રાખીને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવે છે.

રણબીર કપૂર: આ યાદીમાં હવે રણબીર કપૂરનું નામ પણ સામેલ થયું છે. અહેવાલો અનુસાર, રણબીરે અયોધ્યામાં આશરે 3.31 કરોડ રૂપિયાની કિંમતની પ્રોપર્ટી ખરીદી છે. રણબીરનું આ રોકાણ પણ અયોધ્યાની વધતી લોકપ્રિયતા અને આધ્યાત્મિક મહત્વ વચ્ચે રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે.

કેમ અયોધ્યા બની રહ્યું છે રોકાણકારોની પહેલી પસંદ?
રામ મંદિરના લોકાર્પણ બાદ અયોધ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંનું માળખાકીય સુવિધાઓમાં વિકાસ, એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરની હોસ્પિટાલિટી સેવાઓને કારણે અયોધ્યાને ભવિષ્યનું 'ગ્લોબલ સ્પિરિચ્યુઅલ સિટી' માનવામાં આવે છે.

બોલીવૂડ સ્ટાર્સનો નવો ટ્રેન્ડ
ફિલ્મ સ્ટાર્સ માટે અયોધ્યામાં રોકાણ કરવું એ માત્ર આર્થિક ફાયદો જ નથી, પણ ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલી વાત પણ છે. અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર જેવા સ્ટાર્સના રોકાણથી આ ક્ષેત્રમાં પ્રોપર્ટીના ભાવ અને માંગમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે. નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં વધુ બોલીવૂડ સેલેબ્રિટીઓ અયોધ્યામાં રોકાણ કરતા જોવા મળી શકે છે.