Sat Sep 05 2026

Logo

અમેરિકાએ ઈરાન પર હવે દિવસે પણ હવાઇ હુમલા કર્યા, ઈરાન સાત સૈનિકો માર્યા ગયા

washington dc   2026-07-15 18:44:44
Author: Chandrakant Kanoja
અમેરિકાએ ઈરાન પર હવે દિવસે પણ હવાઇ હુમલા કર્યા, ઈરાન સાત સૈનિકો માર્યા ગયા

AP/PTI


વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા હવે ફરી ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં બુધવારે દિવસે પણ ઈરાન પર હુમલા કર્યા હતા. 

હવાઇ હુમલા શરૂ કરવામાં આવ્યા 

આ અંગે અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે હવાઇ હુમલા શરૂ કરવામાં આવ્યા છે. આ હુમલા ઈરાનનો હેતુ ઈરાનની લશ્કરી તાકાતને નબળી પાડવાનો છે. જેના લીધે તે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને રોકી ના શકે. 

સંરક્ષણ અને મિસાઇલ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા

આ હુમલાઓ એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનો વચગાળાનો કરાર સંપૂર્ણપણે તૂટી ગયો છે.  સેન્ટકોમે જણાવ્યું હતું કે તેણે ગ્રેટર ટુંબ ટાપુ પર હુમલો કર્યો હતો. જેમાં ઈરાની સંરક્ષણ અને મિસાઇલ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અમેરિકાએ નૌકાદળની નાકાબંધી લાદી

આ ઉપરાંત અમેરિકાએ ઈરાન પર ફરીથી નૌકાદળની નાકાબંધી લાદી છે અને  હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઇરાનના હુમલાના જવાબમાં અમેરિકાએ આ કાર્યવાહી કરી હતી.

ઈરાનના સાત સૈનિકોના મોત

ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમેરિકાના હુમલામાં એક લશ્કરી બેરેકને નિશાન બનાવવામાં આવી હતી. જેના પરિણામે દેશભરમાં સાત સૈનિકોના મોત થયા હતા અને 260 થી વધુ લોકો ઘાયલ થયા હતા.