Fri Sep 04 2026

Logo

અરવિંદ કેજરીવાલ સોનમ વાંગચુકને મળ્યા, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ

2026-07-16 22:31:36
Author: Chandrakant Kanoja
અરવિંદ કેજરીવાલ સોનમ વાંગચુકને મળ્યા, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ

PTI


નવી દિલ્હી: આપના સંયોજક અરવિંદ કેજરીવાલ કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા માટે દિલ્હીના જંતર મંતર પહોંચ્યા હતા. તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમણે લોકોની વાત સાંભળવી જોઇએ. તેમજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી દૂર કરીને સોનમ વાંગચુકને આ પદ પર નિયુક્ત કરવાનું સૂચન કર્યું હતું. 

અરવિંદ કેજરીવાલ અભિજીત દીપકેને ભેટી પડ્યા 

આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ  સોનમ વાંગચુકને મળતા પહેલા અભિજીત દીપકેને ભેટી પડ્યા હતા.  કેજરીવાલે વાંગચુકના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી  હતી. જ્યારે એકત્ર લોકો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતાં સૂત્રોચ્ચાર કરતા હતા. 

સોનમ વાંગચુકને સાંભળવા વિનંતી કરી

જેની બાદ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકારને યુવાનો, કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુકને સાંભળવા વિનંતી કરી હતી. તેમજ ચેતવણી આપી હતી કે નહિતર ત્રણ વર્ષ પછી વર્ષ 2014 જેવી હાલત થશે. તેઓ હાલમાં અભિમાનમાં ડૂબેલા છે.