Wed Aug 26 2026

Logo

મમતા બેનર્જીનો બળવાખોરોને સંદેશ, પક્ષ છોડવા દરેક વ્યક્તિ સ્વતંત્ર

2026-07-16 21:19:56
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જીનો બળવાખોરોને સંદેશ, પક્ષ છોડવા દરેક વ્યક્તિ સ્વતંત્ર

કોલકાતા : પશ્ચિમ બંગાળનું રાજકારણ હાલ સતત ચર્ચાનો વિષય બની રહ્યો છે. જેમાં ટીએસસી સાંસદ કોયલ મલિકના રાજીનામા બાદ ટીએમસીના વડા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે જે કોઈ પણ જવા ઈચ્છે છે તે 21 જુલાઈ પહેલા જઇ શકે છે. તેમણે આ રાજકીય ઉથલ પાથલ પાછળ આડકતરી રીતે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. 

કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડીને જવા માટે સ્વતંત્ર

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે કોયલએ તેમને ઈમેલ દ્વારા તેમના રાજીનામાની જાણ કરી દીધી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે ભાજપ, ઈડી કે સીબીઆઈના દબાણ હેઠળ કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડીને જવા માટે સ્વતંત્ર છે. મમતાએ તેમના પક્ષના કાર્યકરોને પણ વિનંતી કરી હતી કે તેમણે બનાવેલા પક્ષને કલંકિત ના કરે.

મોટાભાગના નેતાઓ ભાજપમાં જોડાયા

વર્ષ 2026 ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ટીએમસીમાં મોટા પાયે હિજરત ચાલી રહી છે. ટીએમસીમાંથી  ઘણા રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું છે. ટીએમસી છોડીને આવેલા મોટાભાગના નેતાઓ ભાજપમાં જોડાયા છે.

નવા ચૂંટાયેલા ટીએમસી ધારાસભ્યોના એક જૂથે બળવો કર્યો

 આ દરમિયાન, નવા ચૂંટાયેલા ટીએમસી ધારાસભ્યોના એક જૂથે બળવો કર્યો છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં, આ ધારાસભ્યોએ પોતાના માટે એક અલગ નેતા પસંદ કર્યો છે અને અભિષેક બેનર્જી પર અનેક આરોપો લગાવ્યા છે.