મુંબઈ: ઇન્ડિયન ક્રિકેટમાં એઆઈ પ્લેટફોર્મ્સ વધુને વધુ રસ દાખવી રહી છે. ઓપન AIનું ચેટજીપીટી હાલમાં ચાલી રહેલી વિમેન્સ પ્રીમિયર લીગ(WPL) 2026ના સ્પોન્સર્સમાંનું એક છે, હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન્ડિયા(BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ જેમિની સાથે સ્પોન્સરશિપ માટે રૂ.270 કરોડની ડીલ કરી છે.
BCCIના એક અધિકારીના જણાવ્યા મુજબ જેમિની સાથે ત્રણ વર્ષ માટે ડીલ કરવામાં આવી છે.
નવેમ્બર મહિનામાં BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયા જણાવ્યું હતું કે WPL માટે ચેટજીપીટી સાથેના ડીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, "AI, મેન્યુફેક્ચરિંગ અને બેવરેજીસ ક્ષેત્રે ગ્લોબલ લીડર્સથી માંડીને વિશ્વસનીય ભારતીય બ્રાન્ડ્સ સુધી, આ તમામ પાર્ટનરશીપ ચાહકોના અનુભવને વધુ સારો બનાવશે અને વિમેન્સ ક્રિકેટના વિકાસને ટેકો આપશે."
ગત વર્ષે ભારત સરકારે વર્ષે એક કાયદો પસાર કરીને રીયલ મની ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાગાવ્યો હતો, જેને કારણે ડ્રીમ11ની પેરેન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ્સે ભારતીય ક્રિકેટ ટીમના જર્સી સ્પોન્સર તરીકેની ડીલ રદ કરી હતી. ત્યાર બાદ એપોલો ટાયર્સે જર્સી સ્પોન્સર માટે 579 કરોડ રૂપિયાની ડીલ કરી હતી.
સૌથી પ્રતિષ્ઠિત T20 લીગ IPL માટે ટાઇટલ સ્પોન્સરશિપના રાઈટ્સ હાલ ટાટા ગ્રુપ પાસે છે.
IPL 2026ની શરૂઆત 26 માર્ચથી થશે, અને ફાઇનલ મેચ 31 મે, રવિવારના રોજ રમશે.
અહેવાલ મુજબ, લાંબા સમયની ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે ગત સિઝનની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનીંગ મેચ રમશે.