Fri May 22 2026

Logo

સાવધાન, બાથરૂમમાં કરેલી આ એક ભૂલ ખાલી કરી શકે છે તમારૂ બેંક બેલેન્સ! જાણો કઈ રીતે...

2026-05-21 12:22:00
Author: Darshana Visaria
Article Image

આપણા શાસ્ત્રો અને વડીલો ઘણી વખત આપણને ઘણી એવી નાની-નાની બાબતો વિશે વાત કરતાં જેની આપણા રોજિંદા જીવન અને આર્થિક સ્થિતિ પર સીધી અસર જોવા મળે છે. આવી જ એક સલાહ એટલે આપણા વડીલો બાથરૂમમાં ખાલી ડોલ કે બાલદી ન રાખવાની સલાહ આપતા હોય છે. ઘણા લોકો તેને અંધશ્રદ્ધા ગણીને તેની તરફ દુર્લક્ષ કરે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં તેની પાછળ ગહન રહસ્યો છુપાયેલા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરનો દરેક ખૂણો ઉર્જાનો સ્ત્રોત છે. બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં નકારાત્મક ઉર્જા સૌથી વધુ એકઠી થઈ શકે છે અને ત્યાં રાખેલી એક ખાલી ડોલ આ નકારાત્મકતાને વધુ આકર્ષિત કરે છે.

ખાલી ડોલ તમારા જીવન પર કેવી અસર કરે છે?
પૈસાની તંગી અને બિનજરૂરી ખર્ચ: 
વાસ્તુમાં પાણીનો સીધો સંબંધ 'સંપત્તિ અને લક્ષ્મી' સાથે છે. જેમ વહેતું પાણી અવિરત વહે છે, તેમ પાણીથી ભરેલી ડોલ ઘરમાં સમૃદ્ધિનું પ્રતીક છે. તેનાથી ઉલટું, ખાલી ડોલ જીવનમાં ધનનો અભાવ દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં પૈસા ટકતા નથી અને નકામા ખર્ચાઓ અચાનક વધી જાય છે.

ઘરમાં માનસિક તણાવ અને ઝઘડા: 
ખાલી ડોલ નકારાત્મક ઉર્જા આકર્ષતી હોવાથી ઘરના સભ્યોની માનસિક સ્થિતિ પર તેની માઠી અસર થાય છે. તેના કારણે પરિવારના લોકોમાં ચીડિયાપણું, માનસિક તણાવ અને નાની-નાની વાતોમાં પરસ્પર સંઘર્ષ કે ક્લેશ થવા લાગે છે.

શનિ અને ચંદ્ર ગ્રહનું સંતુલન ખોરવાય છે: 
જ્યોતિષશાસ્ત્રમાં પાણીને ચંદ્ર (જે મનનો કારક છે) સાથે અને સ્વચ્છતા તેમજ વ્યવસ્થાને શનિ સાથે જોડવામાં આવે છે. જો બાથરૂમમાં ડોલ ગંદી કે ખાલી પડી રહે, તો શનિ અને ચંદ્ર વચ્ચેનું સંતુલન બગડે છે. કુંડળીમાં આ ગ્રહદોષ સર્જાવાથી તમારા બનતા કામો અટકી જાય છે અને નસીબ સાથ આપવાનું બંધ કરી દે છે.

શિસ્ત અને આળસનું પ્રતીક: 
માનસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બાથરૂમ મનને શાંતિ આપે છે. અવ્યવસ્થિત વસ્તુઓ અને ખાલી ડોલ ઘરમાં શિસ્તનો અભાવ અને આળસ દર્શાવે છે, જે પ્રગતિમાં અવરોધરૂપ બને છે.

ભાગ્ય બદલી નાખશે આ ત્રણ સરળ અને નાના વાસ્તુ ફેરફારો
જો તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને આર્થિક સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોવ, તો આજે જ આ ત્રણ સરળ નિયમોનું પાલન કરો-
રાત્રે પાણી ભરીને સૂઈ જાઓ: દરરોજ રાત્રે સૂતા પહેલા બાથરૂમની ડોલને સ્વચ્છ પાણીથી ભરી દો. સવારે આ પાણીનો ઉપયોગ સફાઈ કે અન્ય કામમાં કરી શકાય છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અકબંધ રહે છે.
વાદળી રંગની ડોલનો ઉપયોગ કરો: વાસ્તુશાસ્ત્રમાં વાદળી રંગને અત્યંત શુભ અને રાહુ-કેતુના દોષ શાંત કરનારો માનવામાં આવ્યો છે. બાથરૂમમાં હંમેશા વાદળી રંગની ડોલ અને ટબ રાખવાથી નાણાકીય મુશ્કેલીઓ ખૂબ ઝડપથી દૂર થાય છે.

ખાલી ડોલને હંમેશા ઊંધી રાખો: જો કોઈ કારણસર તમારે બાથરૂમમાં ડોલ ખાલી રાખવી જ પડે, તો તેને ક્યારેય સીધી ન રાખવી. ધોયા પછી તેને હંમેશા ઊંધી (મોઢું નીચે તરફ રહે તેમ) રાખવી જોઈએ, જેથી તેમાં નકારાત્મક ઉર્જાનો સંગ્રહ ન થાય.