અમદાવાદઃ ગુજરાતે (Gujarat) અહીં ગુરુવારે ચેન્નઈ (Chennai)ને 89 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલના ટૉપ-ટૂમાં સ્થાન મજબૂત કર્યું હતું. બીજી તરફ, ચેન્નઈની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થનારી મુંબઈ અને લખનઊ પછીની ત્રીજી ટીમ બની છે. ગુજરાતે ચાર વિકેટે 229 રન બનાવ્યા પછી ચેન્નઈની ટીમ 14મી ઓવરમાં 140 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.
ચેન્નઈએ ઇનિંગ્સના છેલ્લા 10 બૉલમાં ચાર વિકેટ ગુમાવી હતી. શિવમ દુબેના 47 રન ટીમમાં હાઇએસ્ટ હતા. ગુજરાત વતી સિરાજ, રબાડા અને રાશીદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લઈને ચેન્નઈની ટીમને સ્પર્ધાની બહાર કરી દીધી હતી. ટાઇટલ માટે ફેવરિટ ગુજરાતે બેંગ્લૂરુ જેટલા 18 પૉઇન્ટ સાથે પોતાનો લીગ રાઉન્ડ પૂરો કર્યો છે.
IPL
ટોચના ત્રણેય બૅટ્સમેનની હાફ સેન્ચુરી
એ પહેલાં, ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન બનાવીને ચેન્નઈ સામે 230 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મૂક્યો હતો. ફરી એક વખત ગુજરાતના ટૉપ-ઑર્ડરે અસાધારણ પર્ફોર્મ કર્યું. સાઇ સુદર્શન (84 રન, 53 બૉલ, ચાર સિક્સર, સાત ફોર), કૅપ્ટન શુભમન ગિલ (64 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને વિકેટકીપર જૉશ બટલર (57 અણનમ, 27 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરીએ પુરવાર કર્યું કે આ વખતની ટૂર્નામેન્ટમાં તેમનો ટૉપ-ઑર્ડર સર્વશ્રેષ્ઠ છે.
ઓપનર ગિલ-સુદર્શન વચ્ચે 125 રનની ભાગીદારી થઈ હતી. સ્પેન્સર જૉન્સન, મુકેશ ચૌધરી અને અંશુલ કમ્બોજે એક-એક વિકેટ લીધી હતી. સુદર્શન-ગિલની ઓપનિંગ પાર્ટનરશિપ જ ચેન્નઈને નડી ગઈ.
IPL/GT
શુક્રવારે કઈ મૅચ?
હૈદરાબાદ વિરુદ્ધ બેંગ્લૂરુ
હૈદરાબાદમાં, સાંજે 7.30