Sat Sep 05 2026

Logo

55 વર્ષ પછી પણ હિટ છે કિશોર કુમારનું એ ગીત, 'જેન-ઝી'ને પણ પડી શકે છે પસંદ

2026-09-03 21:30:43
Author: Mumbai Samachar Team
55 વર્ષ પછી પણ હિટ છે કિશોર કુમારનું એ ગીત, 'જેન-ઝી'ને પણ પડી શકે છે પસંદ

મુંબઈઃ હિન્દી સિનેમામાં પ્રેમ, વિરહ અને દુઃખ પર અનેક ગીતો બની ચુક્યા છે. દરેક દાયકામાં પ્રેમ પર સેંકડો ગીતો બન્યા છે, પરંતુ અમુક ગીતો એવા હોય છે, જે હંમેશાં માટે લોકોના મન અને દિલ પર છવાઈ જાય છે. એવા ગીતોને સદાબહાર ગીતો કહેવામાં આવે છે. આ સદાબહાર ગીતો દરેક પેઢીને પસંદ આવે છે. એવું જ એક ગીત 'આજ ઉનસે પહેલી મુલાકત હોગી' હતું. આ ગીત 55 વર્ષ પહેલા રિલીઝ થયું હતું, જે આજ સુધી લોકોના દિમાગ પર છવાયેલું રહ્યું છે.

કિશોર કુમારનો હતો સુપર અવાજ 

'આજ ઉનસે પહેલી મુલાકાત હોગી' ગીત વર્ષ 1971માં આવેલી ફિલ્મ 'પરાયા ધન'નું છે. આ ગીત અભિનેતા રાકેશ રોશન પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતમાં તે ઘોડાની સવારી કરતા પોતાની પ્રેમિકાને પહેલી મુલાકાતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. 'આજ ઉનસે પહેલી મુલાકાત હોગી' ગીતને કિશોર કુમારે પોતાના ભવ્ય અવાજમાં ગાયું હતું, જયારે આર.ડી. બર્મનના સંગીતે અને આનંદ બક્ષીના શબ્દોએ આ ગીતને સુપરહિટ બનાવ્યું હતું. 

આ ગીત બની શકે છે જેન ઝીનું મનપસંદ 

આ જ કારણ છે કે 'આજ ઉનસે પહેલી મુલાકાત હોગી' દરેક પેઢીને પસંદ આવી રહ્યું છે. જો 'જેન-ઝી' આ ગીતને એકવાર સાંભળશે તો તેને તેઓ પોતાની પ્લેલિસ્ટમાં સામેલ કરી શકે છે. વાત કરીએ ફિલ્મ 'પરાયા ધન'ની તો આ ફિલ્મમાં રાકેશ રોશન, હેમા માલિની, બલરાજ સાહની અને જયશ્રી ટી જેવા કલાકારોએ એક્ટિંગ કરી હતી. 

બીજી તરફ ફિલ્મનું નિર્દેશન રાજેન્દ્ર ભાટિયાએ કર્યું હતું. આ ફિલ્મના દરેક ગીતો મહાન ગાયક કિશોર કુમારે ગયા હતા. જેમના મધુર અને ભાવપૂર્ણ અવાજે દરેક ગીતોને અમર બનાવી દીધા છે. આ ફિલ્મની કહાની સામાજિક અને ભાવનાત્મક હતી.