Mon Sep 07 2026

Logo

કેરળમાં અડધી રાતે ભયાનક દુર્ઘટના, અચાનક ટ્રકથી ટકરાઇ કાર, 8 એન્જીનિયરિંગ વિદ્યાર્થીના મોત

2026-09-05 08:21:00
Author: Mumbai Samachar Team
કેરળમાં અડધી રાતે ભયાનક દુર્ઘટના, અચાનક ટ્રકથી ટકરાઇ કાર, 8 એન્જીનિયરિંગ વિદ્યાર્થીના મોત

કેરળના ત્રિશૂર જિલ્લામાં શુક્રવારે અડધી રાતે એક ભીષણ માર્ગ અકસ્માત થયો. આ રોડ એક્સિડન્ટમાં તમિલનાડુના 8 એન્જીનિયરિંગ વિદ્યાર્થીના મોત થઇ ગયા. પોલીસના જણાવ્યા અનુસાર સ્ટુડન્ટની કાર હાઇવે પર ઉભેલી એક ટ્રક સાથે ટકરાઇ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. તેમાં સવાર તમામ 8 એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓના મોત થઇ ગયા. 

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે રાતે અંદાજે 11 વાગ્યાને 40 મિનિટે કેપમંગલમ વિસ્તારમાં પનમ્બિકુન્નુમાં થઇ. તે સમયે કાર ગુરુવાયુરથી કોડુંગલ્લૂર તરફ જઇ રહી હતી. તે  સમયે હાઇવે પર ઉભેલી ટ્રકથી કારના જોરદાર ટક્કર થઇ. દુર્ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઇ. પ્રારંભિક જાણકારી અનુસાર કારમાં સવાર તમામ 8 લોકો એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ  હતા. આ બધા ડિંડીગુલ સ્થિત એક એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે દુર્ઘટનાનો શિકાર થયેલી કાર તમિલના્ડુ જિલ્લામાં રજિસ્ટર્ડ હતી. પ્રારંભિક જાણકારી અનુસાર કારનું રજિસ્ટ્રેશન મદુરાઇનું હતું.

દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને અન્ય ઇમરજન્સી ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવનું કામ શરૂ કરવામાં આવ્યું. જોકે ટક્કર એટલી ભીષણ હતી કે કારમાં સવાર તમામ 8 વિદ્યાર્થીઓના મોત થઇ ગયા. પોલીસે મૃતદેહોને કબજામાં લઇ આગળન પ્રક્રિયા શરૂ કરી છે.  

હાલ પોલીસ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. અને એ શોધવાની કોશિશ કરી રહી છે કે ટ્રકથી ટક્કર કઇ પરિસ્થિતિઓમાં થઇ. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે દુર્ઘટના સમયે કારની સ્પીડ કેટલી હતી અને શું રોડ પર ઉભેલી ટ્રકને લઇને  કોઇ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં.