Tue Oct 13 2026

Logo

આયુષ્માન ખુરાનાની 'ઉડતા તીર'નું ટ્રેલર રિલીઝ: પાકિસ્તાની જાસૂસને સફળતા મળશે?

2026-10-13 20:52:33
Author: Mumbai Samachar Team
આયુષ્માન ખુરાનાની 'ઉડતા તીર'નું ટ્રેલર રિલીઝ: પાકિસ્તાની જાસૂસને સફળતા મળશે?

Udta Teer (2026)


મુંબઈઃ બોલિવૂડની એક્ટ્રેસ સારા અલી ખાન અને આયુષ્માન ખુરાનાની બીજી ફિલ્મ આવી રહી છે. ફિલ્મનું નામ 'ઉડતા તીર' છે. આ એક સ્પાયએક્શન ફિલ્મ છે. કોમેડી ફિલ્મ છે. મેકર્સે એક નવું ટ્રેલર લૉંચ કરી દીધુ છે. ટ્રેલરમાંથી ખ્યાલ આવે છે કે, ફિલ્મમાં આ બન્ને સિવાય પણ બીજા કેટલાક કલાકારો છે. નેવુના દાયકામાં વિલનનું પાત્ર પ્લે કરનારા કલાકાર પણ આ ફિલ્મમાં એક મોટો અને મહત્ત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. ટ્રેલરમાં એની ઝલક જોવા મળી રહી છે. 

કોણ છે સિનિયર એક્ટર
વાત છે બોલિવૂડના દમદાર એક્ટર ગુલશન ગ્રોવરની. 80 અને 90ના દાયકામાં આવેલી ફિલ્મમાં દમદાર નેગેટિવ રોલ પ્લે કર્યા બાદ એક લાંબા બ્રેક પછી તેમણે આ ફિલ્મથી કમબેક કર્યું છે. આ ફિલ્મમાં તે કોમેડી કરતા જોવા મળશે. ટ્રેલરની શરૂઆત પણ એમનાથી જ થઈ રહી છે. પાકિસ્તાનની સૈન્યના એક અધિકારી તરીકે તેઓ મોટો રોલ પ્લે કરી રહ્યા છે. આ પછી આયુષ્માનની એન્ટ્રી થાય છે. જે પાકિસ્તાનના જાસૂસનો રોલ પ્લે કરી રહ્યો છે. ભારતમાં આવ્યા બાદ કોઈ કારણોસર એની યાદશક્તિ જતી રહે છે અને તે ભૂલી જાય છે કે, તે કોઈ પાકિસ્તાનનો જાસૂસ છે. 

ફિલ્મના ટ્રેલરમાંથી એટલું કહી શકાય કે, ફિલ્મમાં જોરદાર કન્ફ્યુઝન છે. રાહુલ બોસ અને મુકુલ દેવ જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં દમદાર રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મમાં દમદાર ડ્રામા છે, એક્શન છે અને કલ્પી ન શકાય એવી કોમેડી છે. ખાસ કરીને રામ કપૂર અને ગુલશન ગ્રોવરની એક્ટિંગ ધ્યાન ખેંચે છે. એક મિનિટનું ટ્રેલર સારી રીતે હસાવી જાય છે. ઘણા લાંબા સમય બાદ આયુષ્માન એક અલગ અંદાજમાં જોવા મળ્યો છે પણ તેનો કોમેડી ફ્લેવર તેણે જાળવી રાખ્યો છે. 

ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે
આ પહેલા તે 'પત્ની પત્ની ઔર વો દો'માં જોવા મળ્યો હતો. એમાં પણ તેણે સારા સાથે સ્ક્રિનશૅર કરી હતી. આ ફિલ્મમાં 'કભી ખુશી કભી ગમ'ના એક ગીતનું મ્યુઝિક પ્લે થઈ રહ્યું છે. બેગ્રાઉન્ડ મ્યુઝિક પૂરુ થાય પછી જે કોમેડી થાય છે એ દમદાર છે. આ ફિલ્મ 22 મી ઑક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મી સૂત્રો એવી હકીકત પણ જણાવે છે કે, આ પછી આયુષ્માન પાસે બીજા પણ કેટલાક ફિલ્મી પ્રોજેક્ટ છે. જ્યારે સારા પણ કોઈ મોટા બજેટની ફિલ્મમાં સારી રીતે જોવા મળી શકે છે.

આ નવી ફિલ્મમાં તેનો અંદાજ પણ અલગ દેખાવાનો છે. આ ફિલ્મને લઈને બન્ને કલાકારો ખૂબ એક્ઝાઈટેડ છે પણ ફિલ્મ રિલીઝ થયા બાદ આખરે ફિલ્મમાં શું છે એ ખ્યાલ આવશે. આ ફિલ્મ આયુષ્માનની ફિલ્મી કરિયર માટે મોટી સાબિત થઈ શકે છે. કારણ કે આ પહેલા તેણે આ પ્રકારના કોઈ રોલ પ્લે કર્યા નથી