મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કોકરોચ જનતા પાર્ટી (CJP) આક્રમક વલણ ધરાવે છે. આજે સવારે લગભગ 9 વાગ્યે CJPના નેતાઓ દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારબાદ તેઓની અટકાયત કરવામાં આવી. CJPના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા કેટલાક સાથીઓ સાથે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેમની અટકાયત કરી.
આનો વીડિયો ખુદ આશુતોષ રાંકા અને CJP દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમાં રાંકા ઘણા સમર્થકો સાથે ઝંડા લઈને 'જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો'ના નારા લગાવતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન પોલીસે તેઓને પકડી લીધા હતા.
CJPના નેતા આજે એવા સમયે જંતર-મંતર પહોંચ્યા છે, જ્યારે સરકારે જંતર-મંતરને પ્રદર્શન કરનારી જગ્યાની યાદીમાંથી હટાવી દીધી છે. આની પર CJPએ સખત નારાજગી દર્શાવી.
આજ જ અભિજીત દીપકેએ કહ્યું કે નરેન્દ્ર મોદીનો ડર એ વાતથી સાબિત થાય છે કે તેમણે જંતર-મંતરને વિરોધના સ્થળ તરીકે હટાવી દીધું છે. તેમને લાગે છે કે જંતર-મંતર હવે વિરોધ પ્રદર્શનનું સ્થળ નહીં રહે અને તે બંધ થઇ થશે પરંતુ એવું નહીં થાય.
અભિજીત દીપકેએ આશુતોષ રાંકાની તસવીર શેર કરતા લખ્યું, "જંતર-મંતર પર તિરંગો લહેરાવતા આશુતોષ રાંકા."
દિલ્હીમાં 10 ઓક્ટોબરે CJP દ્વારા પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસે CJPના અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરી લીધી હતી. આ સાથે જ પોલીસે અલગ-અલગ સ્થળોએથી 7,000થી વધુ લોકોની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે તમામને મુક્ત કરી દીધા હતા.