લિસ્બનઃ થોડા દિવસ પહેલાં 2022 ફિફા વર્લ્ડ કપનો ચૅમ્પિયન કૅપ્ટન અને 2026ના વિશ્વ કપમાં આર્જેન્ટિનાને રનર-અપ બનાવનાર લિયોનેલ મેસી તાજેતરમાં તેના દે વતી છેલ્લી મૅચ રમ્યો ત્યારે ભાવુક થઈ ગયો હતો અને ખૂબ રડ્યો હતો ત્યાં બીજી બાજુ બીજા સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo)ના ફૂટબૉલ-જીવનમાં સાવ જૂદું જ બન્યું છે.
પોર્ટુગલ (Portugal) વતી પચીસ વર્ષની કરીઅરમાં કુલ 234 મૅચમાં વિક્રમજનક 146 ગોલ કરનાર રોનાલ્ડો સામે પોર્ટુગલ સૉકર ફેડરેશને આકરું પગલું ભર્યું છે. ફેડરેશને તેને સસ્પેન્ડ કરી નાખ્યો છે અને અચાનક ટીમ છોડી જવા બદલ તેની વિરુદ્ધ શિસ્તભંગના પગલાં ભરવાની શરૂઆત કરી છે
41 વર્ષનો રોનાલ્ડો થોડા મહિનાઓથી પ્રોફેશનલ ફૂટબૉલમાં સઉદી અરેબિયાની અલ-નાસર ટીમ વતી રમે છે. તે પોર્ટુગલની ટીમ છોડીને રિયાધ પહોંચી ગયો જ્યાં તેણે શુક્રવારે અલ-નાસરને સઉદી પ્રો લીગમાં દિરીયા નામની ટીમ સામેની મૅચ રમ્યો હતો. રોનાલ્ડોએ એમાં એક ગોલ કર્યો હતો અને અલ-નાસર ટીમે 3-0થી વિજય મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રોનાલ્ડો તાજેતરમાં પોર્ટુગલની ટીમના નવા કોચ જોર્જ જીસસ સાથેની તકરાર બાદ અચાનક પોર્ટુગલની ટીમનો કોચિંગ કૅમ્પ છોડી ગયો હતો એ બદલ તેની સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે.