Wed Oct 07 2026

Logo

ધ લાસ્ટ ટેંગો: લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ, આંખોમાં આંસુ સાથે વિદાય

Buenos Aires   2026-10-07 19:10:09
Author: Mumbai Samachar Team
ધ લાસ્ટ ટેંગો: લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ, આંખોમાં આંસુ સાથે વિદાય

પહેલી મેચ એકદમ નાટકીય રહી હતી...

બ્યૂનસ આયર્સઃ લિયોનેલ મેસ્સીએ આર્જેન્ટિનાની જર્સીમાં પોતાનો છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી હતી. 39 વર્ષીય મેસ્સીએ આજે બ્યૂનસ આયર્સના એસ્ટાડિયો માસ મોન્યૂમેન્ટલમાં બેનિન સામેની ફ્રેન્ડલી મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. આર્જેન્ટિનાએ મેચ 3-0થી જીતી હતી. આ મેચને "ધ લાસ્ટ ટેંગો" નામ આપવામાં આવ્યું.

આર્જેન્ટિનાનું રાષ્ટ્રગીત વાગતા મેસ્સી રડતો જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાંથી બહાર નીકળતી વખતે તે આંસૂ લૂછતો પણ જોવા મળ્યો હતો. લિયોનેલ મેસ્સીએ 17 ઓગસ્ટ, 2005ના આર્જેન્ટિના માટે પોતાની પ્રથમ મેચ રમ્યો હતો. હંગેરી સામે તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચ ખૂબ નાટકીય રહી હતી. મેદાનમાં ઉતરતાના માત્ર 90 સેકન્ડ પછી તેને રેડ કાર્ડ  બતાવવામાં આવ્યું હતું.

તેણે બે આસિસ્ટ કર્યા અને એક ગોલ કરીને આર્જેન્ટિનાને બેનિન સામે 3-0ની લીડ અપાવી હતી, જેનાથી મેચને યાદગાર બનાવી હતી. પહેલો હાફ ગોલ રહિત રહ્યો, પરંતુ બીજા હાફમાં મેસ્સીએ 2સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. 

તેણે પહેલા નિકોલસ ઓટામેન્ડીને 48મી મિનિટે ગોલ કરીને શરૂઆત કરી હતી. પછી નિકો પાઝને શાનદાર કર્લિંગ સ્ટ્રાઇકની તક આપી હતી. ત્યારબાદ મેસ્સીએ 71મી મિનિટે પેનલ્ટી સ્પોટથી શાનદાર ગોલ કરીને ચાહકોને એક અવિસ્મરણીય ક્ષણ આપી હતી. મેસ્સીના ગોલથી સ્કોર 3-0 થયો અને આર્જેન્ટિનાએ આખરે મેચ 3-0થી જીતી લીધી. આ મેસ્સીનો 126મો આંતરરાષ્ટ્રીય ગોલ હતો.

મેસ્સીએ આર્જેન્ટિના માટે રેકોર્ડ 207 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા પછી નિવૃત્તિ લીધી હતી. તેણે ટીમ માટે 126 ગોલ અને 66 આસિસ્ટ કર્યા હતા જે ત્રણેય આર્જેન્ટિનાના રેકોર્ડ છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 2022 વર્લ્ડ કપ, 2021 અને 2024 કોપા અમેરિકા, 2022 ફિનાલિસિમા અને 2008 બેઇજિંગ ઓલિમ્પિક ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.

મેસ્સીએ તેમની કારકિર્દીમાં છ વર્લ્ડ કપ રમ્યા છે જે રેકોર્ડની બરાબરી કરે છે. આર્જેન્ટિનાએ 2022માં ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તેમના લાંબા સમયથી હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ આ સમયગાળા દરમિયાન છ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.