Wed Oct 07 2026

Logo

પાકિસ્તાનમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં 18 આતંકવાદી ઠાર

Islamabad   2026-10-07 19:45:03
Author: Mumbai Samachar Team
પાકિસ્તાનમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં 18 આતંકવાદી ઠાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ અશાંત ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતમાં અલગ અલગ ઓપરેશનમાં ૧૮ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, એમ પાકના સરકારી મીડિયા અહેવાલમાં જણાવ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ફિતના-અલ-ખવારીજના ૧૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

પાક મીડિયા અહેવાલ મુજબ બલુચિસ્તાનના માસ્તુંગ જિલ્લામાં અલગ અલગ ઓપરેશન દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાં જણાવાયું છે કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. વિસ્તારમાં ક્લિયરન્સ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

તાજેતરના વર્ષોમાં ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલાઓમાં વૃદ્ધિ જોવા મળી છે. જેના કારણે સુરક્ષા દળોને આતંકવાદી વિરોધી અભિયાન વધુ તીવ્ર કરવાની ફરજ પડી છે.