નવી દિલ્હીઃ સતત બીજા દિવસ દરમિયાન પાટનગર દિલ્હીમાં કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષના સાંસદોએ જોરદાર વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના સાંસદોએ ધરણા ધર્યા હતા. આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. પ્રિયંકા ગાંધીએ સાંસદો સાથે પોલીસે મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઈ ગયાં
રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે જંતર-મંતર જવાની મંજૂરી ન આપતો રસ્તો બ્લોક કર્યો હતો, જે બાદ રાહુલ સહિત તમામ વિપક્ષી નેતાઓ રસ્તા પર જ ધરણા પર બેઠા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી રસ્તા પર જ સૂઈ ગયાં અને કહ્યું કે હું અહીંથી હટવાની નથી. બીજી તરફ, દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી અને રાહુલને બળજબરીપૂર્વક બસમાં બેસાડવામાં આવ્યા હતા.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi, along with other INDIA bloc MPs, being taken away from the spot near Jantar Mantar by the Police after detention. (Video: Congress) https://t.co/oOD9x9FHIJ
— ANI (@ANI) October 7, 2026
જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે
રાહુલ ગાંધીએ ફરી એકવાર કહ્યું કે જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે. તેમણે કહ્યું, ‘ગઈકાલે અમે ચૂંટણી પંચને મળવા માંગતા હતા. તેઓ અમને ન મળ્યા. દિલ્હી પોલીસે અમને રોક્યા. તેમણે પીએમ મોદી, અમિત શાહ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે તેમણે લોકશાહીને ખતમ કરી દીધી છે. સાથે જ રાહુલે સીઈસી પર પણ નિશાન સાધતા કહ્યું કે જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું પડશે. રાહુલ ગાંધીએ કહ્યું, મારો લક્ષ્યાંક 100 એફઆઈઆરનો છે તમામ એફઆઈઆર મારા માટે મેડલ સમાન છે’
પ્રિયંકા ગાંધી બોલ્યાં- પોલીસ સાંસદોને મારે છે
કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, આ લોકો ચૂંટણી કમિશનરને મળવાની વિનંતી કરનારા સાંસદો સાથે આવો વ્યવહાર કરે છે. તેઓ અમારી સાથે આવું વર્તન કરી રહ્યા છે. તેઓ સાંસદોને મારી રહ્યા છે. પોલીસકર્મીઓએ મને ઠેકઠેકાણે નહોર માર્યા છે. હવે અમે અહીંથી નહીં હટીએ. ભલે તેઓ પોતાનું બળ પાછું ખેંચી લે, હું અહીંથી હટવાની નથી.
મોઈત્રાનો દાવો પોલીસ કરી રહી છે લાઠીચાર્જ
ટીએમસીનાં સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, તમે જોઈ શકો છો કે દિલ્હી પોલીસ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સાથે કેટલી ક્રૂરતાથી વર્તી રહી છે. જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું પડશે. અમારો વાંક શું છે? દિલ્હી પોલીસ દ્વારા કાર્યકર્તાઓ અને સામાન્ય જનતા સાથે આટલી નિર્દયતાથી મારપીટ અને લાઠીચાર્જ કેમ કરવામાં આવી રહ્યો છે? સાંસદોને જંતર-મંતર સુધી પહોંચતા કેમ રોકવામાં આવી રહ્યા છે? આખરે અહીં શું ચાલી રહ્યું છે?"