Wed Oct 07 2026

Logo

થાણેમાં સાત માળની બિલ્ડિંગ ના મીટર બોક્સ રૂમમાં આગ: કોઈ જખમી નહીં

2026-10-07 18:59:18
Author: Sapna Desai
થાણેમાં સાત માળની બિલ્ડિંગ ના મીટર બોક્સ રૂમમાં આગ: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે (પશ્ચિમ)માં શિવસેના શાખા પાસે, સચિન તેંડુલકર મીની સ્ટેડિયમની સામે, મહાત્મા ફુલે નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ સાત માળની બિલ્ડિંગ ના મીટર બોક્સમાં બુધવારે સાંજે આગ ફાટી નીકળી હતી, જેમાં પાંચથી વધુ મીટર બળી ગયા હતા.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ પ્લસ સાત માળના ચવ્હાણ ટાવર બિલ્ડિંગના બી વિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે સ્થિત મીટર બોક્સ રૂમમાં બુધવારે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી  હતી. 

આગની જાણ થતા ફાયરબિગ્રેડના એક ફાયર એન્જિન એક રેસ્ક્યુ વેહિકલ સાથે ફાયર ફાઇટર, એક પિકઅપ વાહન સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ સ્ટાફ  સાથે વર્તકનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, મહાવિતરણના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદથી ઘટના સ્થળે આગ બુઝાવી હતી.

આગને કારણે મીટર રૂમમાં રહેલા પાંચ મીટર બોક્સ સંપૂર્ણપણે બળી ગયા છે. પહેલા માળે રહેલા એમસીબી બોક્સ અને ઇલેક્ટ્રિક વાયરિંગ પણ સંપૂર્ણપણે બળી ગયા છે. આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.