લખનઊઃ ઉત્તર પ્રદેશના પાટનગર શહેર લખનઊમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાંના હઝરતગંજ વિસ્તારમાં અવધ ગ્રીન એપાર્ટમેન્ટના ચોથા ફ્લોર પરથી શિવા શર્મા નામના એક કરોડપતિ વેપારીએ મોતની છલાંગ લગાવી દીધી હતી. આ કેસ હવે ઉકેલાતો દેખાઈ રહ્યો છે. આ ઘટના શિવા શર્માના કથિત પાર્ટનર શ્રદ્ધા દુબેના ફ્લેટમાં બની છે. શ્રદ્ઘા આ જ સોસાયટીના ચોથા ફ્લોર પર રહેતી હતી. શ્રદ્ધા અને શિવા લીવ-ઈનમાં રહેતા હતા. આ ઘટના બની ત્યારે શ્રદ્ધા અને તેની બહેન ઘટનાસ્થળે નહોતા તો એકાએક ગાયબ કેવી રીતે થઈ ગયા?
સીસીટીવી ફૂટેજની તપાસ
આ પ્રશ્નનો જવાબ શોધવા માટે પોલીસે એપાર્ટમેન્ટમાં સેટ સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસી રહી છે. આ કેમેરામાં એક શંકાસ્પદ ઓડી કાર જોવા મળી રહી છે. આ કાર ઘટનાના કેટલાક કલાક બાદ એપાર્ટમેન્ટમાંથી બાહર જઈ રહી છે. આ કારમાં એ સ્ટિકર છે જે સચિવાલયમાં જવા માટે જરૂરી હોય. આશંકા એવી સેવાઈ રહી છે કે, શ્રદ્ધા પોતાની બહેન રશ્મી સાથે આ કારમાં બેસીને બાહર નીકળી રહી છે. પછી તે ફરાર થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, શ્રદ્ઘા વર્ષ 2022માં લખનઊમાં આવી અને એની ઊઠબેસ લખનઊની હાઈફાઈ સોસાયટીઓ સાથે થવા લાગી હતી. અહીંયા આવીને તે મોડલિંગ કરી રહી હતી સોશિયલ મીડિયા પર સ્ટોરી અને વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂઅન્સર બની ગઈ હતી. ધીમે ધીમે એના ફોલોઅર્સની સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ હતી.
સંબંધમાં આ રીતે તિરાડ પડી
આ દરમિયાન એક ક્લબમાં તેની મુલાકાત શિવા શર્મા સાથે થઈ. જે એક વેપારી હતો. ફર્સ્ટસાઈડ લવની જેમ બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને લાંબા સમય સુધી તેઓ એકબીજાને ડેટ કરતા રહ્યા હતા. હવે શિવાનું અચાનક મોત થતા હવે સવાલ અને શંકાની સોય શ્રદ્ધા પર આવીને અટકી છે. પોલીસ સૂત્રોમાંથી વિગતો એવી પણ મળી છે કે, તે લીવઈનમાં ભવે શિવા નામના વ્યક્તિ સાથે રહેતી પણ તે ડેટ બીજા કેટલાક લોકોને પણ કરતી હતી.
આ અંગેની જાણકારી શિવાને મળતા બન્ને વચ્ચે ડખા શરૂ થયા અને સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. આ વાતને લઈને બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. શ્રદ્ધા પર એવા પણ આરોપ છે કે, તેણે લખનઊના કેટલાક પાવરફૂલ અને પૈસાદાર લોકોના વીડિયો રેકોર્ડ કરી રાખ્યા હતા. આ વીડિયો પાછળ તે ચોક્કસ પ્રકારની રકમ પણ વસૂલ કરી રહી હતી. આ પૈસાથી જ તે લક્ઝરી જીવન જીવી રહી હતી.
સોશિયલ મીડિયા પર ચર્ચા
શિવાની માતા રંજનાએ શ્રદ્ધા પર આરોપ મૂક્યા કહ્યું હતું કે, શ્રદ્ધાના ફ્લેટમાં પહેલા શિવને ખૂબ જ ઢોરમાર મારવામાં આવ્યો હતો. એ સમયે શ્રદ્ધાના ફ્લેટમાં જ અન્ય બેથી ત્રણ લોકો હતા. આ ષડયંત્રમાં એની બહેન રશ્મી પણ સામેલ હતી. આ પછી તેણે ચોથા ફ્લોર પરથી ધક્કો મારીને નીચે ફેંકી દીધો. પોલીસ આ આરોપની તપાસ કરી રહી છે. શ્રદ્ધાના ફોટો સમાજવાદી પાર્ટીના મોટા કહેવાતા નેતા શિવપાલ યાદવ સાથે પણ છે. એવું કહેવામાં આવે છે કે, આ ફોટો 2019નો છે.
પોલીસને શ્રદ્ધાના ફ્લેટમાંથી કેટલીક અશ્લીલ સામગ્રી પણ મળી આવી છે. પોલીસ આ દિશમાંથી પણ તેની તપાસ કરી રહી છે. હાલમાં શ્રદ્ધાનું નામ પોલીસ ચોપડે વોન્ટેડમાં છે. શ્રદ્ધા મૂળ રાયબરેલીની રહેવાસી છે. પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે લખનઊ આવી ગઈ હતી અને તેને એક દીકરો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા એવી પણ છે કે, શિવાના બોડી પર માત્ર ઈનરવેર હતા અને બોડી પર કેટલાક કટ્સ હતા. પોલીસ એક એક કડી જોડીને બન્નેનો ઈતિહાસ શોધી રહી છે. એ દિવસે ફ્લેટમાં શું બન્યું હતું એ હજું રહસ્ય છે? પોલીસ ફ્લેટના બીજા પાડોશીની પણ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ ખૂબ બારિકીની નજર રાખવામાં આવી રહી છે. આટલા પૈસા એની પાસેથી આવ્યા કેમ અને ક્યા સોર્સમાંથી આટલી રકમ મળી એ અંગો પોલીસ તપાસ કરી રહી છે.
અહીં એ જણાવવાનું કે 28 વર્ષના કરોડપતિ ઉદ્યોગપતિ શિવા શર્માના મોતના કિસ્સામાં હવે એક પછી એક કડીઓ જોડવામાં આવી રહી છે. શિવા અને તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા દુબે વચ્ચે થયેલી ચેટ વાયરલ થઈ રહી છે. વીતચીતમાં શ્રદ્ધા અને શિવાના વ્યવહાર અંગે નારાજગી દર્શાવી હતી. સવાલો પણ કર્યા હતા કે પહેલા વારંવાર ફોન કરતો હતો, પરંતુ હવે શું થઈ ગયું. જવાબમાં શિવાએ કહ્યું હતું કે તેના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો નથી અને પ્રેમમાં પણ. બંનેની વાતચીતમાં નારાજગી અને સંબંધને અસંતોષ પણ જોવા મળ્યો હતો...