નવી દિલ્હી/ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ભવ્ય જીત હાંસલ કરી છે. આ સફળતાનું કાર્યાલય કમલમમાં દમદાર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ જીત મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે SIRનો ઉલ્લેખ કરીને પોતાની વાત કહી હતી.
ગૃહ પ્રધાને વિપક્ષ પર ટાર્ગેટ કરી કરીને શાબ્દિક પ્રહાર કર્યા હતા. અમિત શાહે વિપક્ષને સવાલ કરતા કહ્યું હતું કે, 40 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકી નથી. હવે આ પાછળનું કારણ પણ SIR છે? તેમણે એવું પણ ઉમેર્યું કે, દેશ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે.
શું બોલ્યા અમિત શાહ?
કેન્દ્રીય ગૃહ પ્રધાનએ ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી 2026ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર હારવા માટે તૈયાર છે. રાહુલ ગાંધી ભાજપની જીતમાંથી શીખે અને કોંગ્રેસ પોતાની હાર પર આત્મચિંતન કરે. રાહુલ ગાંધી SIRના બહાને ઘૂસણખોરી કરનારાઓને બચાવી રહ્યા છે. આજે ગુજરાતમાં ત્રણ નગરપાલિકા અને નગરનિગમની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી હતી.
બે નગરપાલિકા અને એક નગર નિગમની કુલ 104 બેઠકમાંથી 90 બેઠક જીતી લીધી છે. ગાંધીનગર કોર્પોરેશન મારા મતવિસ્તારમાં આવે છે. ભાજપે અહીંયા 44માંથી 38 બેઠક જીતી લીધી. આમ આદમી પાર્ટીએ 32 બેઠકો પર ચૂંટણી લડી હતી, પણ દરેક સીટ પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. ગુજરાત રાજ્યમાં મળેલી આ ભવ્ય જીત રાજ્યના મતદાતાઓનો મૂડ બતાવે છે. સાબિત કરે છે કે ગુજરાતની પ્રજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મજબૂતીથી ઊભી છે.
10 ટકાનો નોંધપાત્ર વધારો
અગાઉની ચૂંટણીની સરખામણીમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના મતની ટકાવારીમાં 10 ટકાનો વધારો થયો છે. હું આ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું અને ખાસ કરીને રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 41 વર્ષમાં એક પણ ચૂંટણી જીતી શકી નથી. તેઓ છેલ્લે 1985માં ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેમને ગુજરાતમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને એ પણ પૂછવા માંગુ છું, શું આ 'SIR'નું પરિણામ છે? તમે ભાજપ અને વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાને 'SIR'ને આભારી ગણાવીને તેને નકારી કાઢો છો. તમારે આત્મમંથન કરવાની જરૂર છે. એક મોટા રાજ્યમાં જ્યાં તમે એક સમયે સત્તા પર હતા, ત્યાં તમે 41 વર્ષમાં એક પણ ચૂંટણી જીતી શક્યા નથી.
આ એક એવી બાબત છે જેના પર તેમણે ગંભીરતાથી આત્મમંથન કરવાની જરૂર છે. તાજેતરમાં દેશના ત્રણ ભાગોમાં - પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં - ચૂંટણીઓ યોજાઈ હતી. હું આજે દેશની જનતાને જણાવવા માંગુ છું કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી.
ભાજપની ભવ્ય જીત
અમિત શાહે જણાવ્યું કે નૌગાંગમાં ભાજપના ઉમેદવાર 1,42,0000 મતના અંતરથી જીત્યા. ભાજપે આ બેઠક કોંગ્રેસ પાર્ટી પાસેથી છીનવી લીધી. નંદીગ્રામમાં ભાજપના ઉમેદવારે 76 ટકા મત મેળવ્યા અને 1,22,000 મતોની જંગી સરસાઈ મેળવી. પશ્ચિમ બંગાળના રેજીનગરમાં, ભાજપ 75,000થી વધુ મતોથી જીત્યું અને તૃણમૂલ પાસેથી આ બેઠક આંચકી લીધી. બીજી તરફ, પુડુચેરીમાં સહયોગી પક્ષ AINRCના NDA ઉમેદવાર 8,482 મતોથી જીત્યા, જ્યારે કોંગ્રેસને માત્ર 22% મત મળ્યા.
બેલેટ પેપરથી યોજાઈ હતી ચૂંટણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જે લોકો પરિણામો માટે બેલેટ મશીનોને દોષ આપે છે, તેમને હું જણાવવા માંગુ છું કે આ ચૂંટણીઓ બેલેટ પેપરનો ઉપયોગ કરીને યોજવામાં આવી હતી. આ દલીલને સંપૂર્ણપણે ખોટી સાબિત કરે છે કે ભાજપ બેલેટ મશીનોને કારણે ચૂંટણી જીતે છે. ત્રિપુરામાં 33 વર્ષથી કોંગ્રેસનો કોઈ મુખ્યમંત્રી જીત્યો નથી.
કોંગ્રેસ પાર્ટીએ બંગાળમાં છેલ્લા 54 વર્ષથી જીત મેળવી નથી. બંગાળ, ત્રિપુરા અને ગુજરાત જેવા રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીને ત્રણ, ચાર કે પાંચ દાયકાઓથી હારનો સામનો કરવો પડ્યો છે. હું રાહુલ ગાંધીને સીધો સવાલ પૂછવા માંગુ છું: શું આ 'SIR'નું પરિણામ છે? 'SIR' તો 2024 પછી જ અમલમાં આવ્યું હતું. જ્યારે તમે કોંગ્રેસના મુખ્ય નેતા બન્યા—અને ત્યાર બાદ પાર્ટીના અધ્યક્ષ તથા વિરોધ પક્ષના નેતા બન્યા—ત્યારથી પાર્ટી સતત ચૂંટણીઓ હારી રહી છે.