સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અને બોલીવૂડ ડીવા દીપિકા પાદુકોણની આગામી મેગા-બજેટ ફિલ્મ 'રાકા'ને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા છે. તાજેતરમાં જ એવા અહેવાલો વહેતા થયા હતા કે આ ફિલ્મમાં ટેલેન્ટેડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પણ મહત્વના રોલમાં જોવા મળશે. હવે આ અટકળો પર ખુદ મૃણાલે મૌન તોડ્યું છે અને સાથે જ ખુલાસો કર્યો છે કે તેણે છેલ્લાં નવ મહિનાથી એક પણ નવી ફિલ્મ સાઈન કરી નથી.
મિડ-ડે સાથેની વાતચીતમાં મૃણાલ ઠાકુરે ફિલ્મ 'રાકા'માં પોતાની હાજરી અંગે ન તો સ્પષ્ટ સ્વીકાર કર્યો કે ન તો ઈનકાર કર્યો, પરંતુ તેણે પોતાના ફિલ્મી કરિયર અને આગામી પ્રોજેક્ટ્સની પસંદગી અંગે દિલ ખોલીને વાત કરી હતી.
ફિલ્મ 'રાકા'માં કામ કરવા અંગે મૃણાલે શું કહ્યું?
જ્યારે મૃણાલને પૂછવામાં આવ્યું હતું કે શું તે એટલી નિર્દેશિત ફિલ્મ 'રાકા'નો ભાગ છે, ત્યારે તેણે સીધો જવાબ આપવાને બદલે કહ્યું કે, "મેં છેલ્લાં નવ મહિનાથી કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી. હું કોઈ અર્થપૂર્ણ પાત્રની શોધમાં છું. હવે જે પણ ઓફિશિયલ જાહેરાત થશે તે સીધી મારા સોશિયલ મીડિયા પેજ પરથી કરવામાં આવશે અને ત્યારબાદ જ હું તેના વિશે વાત કરવાનું પસંદ કરીશ."
https://www.instagram.com/p/DeCVaZWE8qw/?utm_source=ig_web_copy_link&psln=NTc4MTIwNjQ2YQ==
સાઉથના જાણીતા ડિરેક્ટર એટલી (Atlee)ના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'રાકા'માં અલ્લૂ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે ફિમેલ લીડ તરીકે દીપિકા પાદુકોણ જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2027માં થિયેટરોમાં રિલીઝ થવાની શક્યતા છે. મૃણાલ ઠાકુરે ફિલ્મો પસંદ કરવાના પોતાના કડક ધોરણો અંગે જણાવ્યું કે તે માત્ર સ્ક્રીન પર દેખાવા ખાતર કામ કરવા માંગતી નથી.
મૃણાલે જણાવ્યું હતું કે, હાલમાં જે સ્ક્રિપ્ટો લખાઈ રહી છે તેની સાથે હું અંદરથી કનેક્ટ નથી થઈ શકતી. તેથી મેં કામમાંથી થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું. હું રોજ સવારે સેટ પર જઈને મારી જાતને એ સવાલ નથી પૂછવા માંગતી કે હું અહીં કેમ આવી છું? મેં અગાઉ સતત 120 દિવસ ફિલ્મના સેટ પર વિતાવ્યા છે, એટલે હવે હું સમજી-વિચારીને જ પ્રોજેક્ટ પસંદ કરું છું.
મૃણાલે આગળ વધુમાં એવું પણ આગળ ઉમેર્યું હતું કે, હું એવી સ્ટોરીનો ભાગ બનવા માંગુ છું જે માત્ર પ્રેમ અને સ્ટારડમ ન આપે પરંતુ અંદરથી ક્રિએટિવ સંતોષ પણ આપે. રાત્રે સૂતી વખતે મને પસ્તાવો ન થવો જોઈએ કે મેં નબળું કામ કર્યું. હું એવું કામ કરવા માંગુ છું જેને દર્શકો આગામી 30 વર્ષ સુધી યાદ રાખે.
વાત કરીએ મૃણાલ ઠાકુરના વર્ક ફ્રન્ટની તો મૃણાલ છેલ્લે ફિલ્મ 'પૂજા મેરી જાન' માં મુખ્ય પૂજાના પાત્રમાં જોવા મળી હતી. આ અગાઉ તે વરુણ ધવન અભિનીત ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' માં બાનીના પાત્રમાં વરુણની પત્નીની ભૂમિકામાં નજરે પડી હતી. હવે ફેન્સ તેના આગામી મોટા પ્રોજેક્ટની ઓફિશિયલ એનાઉન્સમેન્ટની રાહ જોઈ રહ્યા છે.