Mon Oct 12 2026

Logo

ંખાંડમાં આગળ ધપતી રૂ. 30થી 50ની તેજી

2026-10-12 19:52:56
Author: Ramesh Gohil
ંખાંડમાં આગળ ધપતી રૂ. 30થી 50ની તેજી

ઑક્ટોબરનાં બીજા પખવાડિયા માટે 16 લાખ ટન ખાંડનો ક્વૉટા 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


નવી મુંબઈઃ ખાંડના મુખ્ય ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખાંડના ટેન્ડરોના ભાવમાં ઉછાળો આવી રહ્યો હોવાથી ગત સપ્તાહે જથ્થાબંધ ખાંડ બજારોમાં પણ ભાવમાં ક્વિન્ટલે રૂ. 600ની તેજી ફૂંકાઈ ગઈ હતી. વધુમાં આજે પણ મથકો પાછળ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 30થી 40ની અને મિડિયમ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 50ની તેજી આગળ ધપી હતી, જ્યારે નાકા ડિલિવરી ધોરણે સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 30થી 50 અને મિડિયમ ગે્રડમાં રૂ. 25 વધી આવ્યા હતા. 

દરમિયાન આજે અનાજ અને જાહેર વિતરણ વિભાગે વર્તમાન ઑક્ટોબર મહિનાના બીજા પખવાડિયાના મુક્ત વેચાણ માટે 14 લાખ ટન અને એડવાન્સ ઑથોરાઈઝેશન હેઠળ આયાત કરેલી બે લાખ ટન ખાંડ મળીને કુલ 16 લાખ ટન ખાંડનો જથ્થો છૂટો કર્યો હોવાના અહેવાલ હતા. જોકે, આ ક્વૉટા પૈકીના માલોનું વેચાણ અને રવાનગી આજથી અથવા તો 13મી આક્ટોબરથી થઈ શકશે, એવી બજારમાં ચર્ચા હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર મથકો પર શેરડીના પિલાણની તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે આજે અનાજ ખાતાના પ્રધાન પ્રલ્હાદ જોશી ખેડૂતો સાથે બેઠક યોજનાર છે, જેમાં ખેડૂતો વહેલાસરનાં પિલાણ સામે પ્રોત્સાહનોની માગણી મૂકે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, મહારાષ્ટ્રની અમુક ખાંડ મિલોએ પિલાણ શરૂ કર્યું હોવાના અહેવાલો હતા.

દરમિયાન આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. તેમ જ મથકો પરના પ્રોત્સાહક અહેવાલે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 30થી 40 વધીને રૂ. 5022થી 5102માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 50 વધીને રૂ. 5110થી 5252માં થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 50 અને ઉપલા મથાળેથી રૂ. 30 વધીને રૂ. 4850થી 4900માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 25ના સુધારા સાથે રૂ. 4950થી 5025માં થયાના અહેવાલ હતા.