Mon Oct 12 2026

Logo

Akash-Radhika Cute Video: કેમેરાની સામે જેઠ આકાશ અંબાણીએ રાધિકાને ટોકી! નાની વહુનો વાયરલ થયો ક્યૂટ VIDEO...

2026-10-12 15:11:42
Author: Mumbai Samachar Team
Akash-Radhika Cute Video: કેમેરાની સામે જેઠ આકાશ અંબાણીએ રાધિકાને ટોકી! નાની વહુનો વાયરલ થયો ક્યૂટ VIDEO...

અંબાણી પરિવારે 10 ઑક્ટોબરના રોજ મુંબઈમાં પોતાની બ્રાન્ડ ‘સ્વદેશ’ની પ્રથમ વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ નવરાત્રિ અને દેવી શક્તિની થીમ પર યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર અંબાણી પરિવાર એકથી એક ચડિયાતા આઉટફિટમાં પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાંથી રાધિકા અને આકાશનો એક ક્યૂટ વીડિયો પણ સામે આવ્યો છે.

રાધિકાને જેઠે આપી સલાહ

વાત એમ બની કે ફોટો સેશન માટે સમગ્ર અંબાણી પરિવાર એકસાથે પોઝ આપવા ઊભો રહી રહ્યો હતો. તે જ સમયે ઘરની નાની વહુ રાધિકા શ્લોકા પાસે ઊભી રહેવા લાગી, ત્યારે પાછળથી તેના જેઠ એટલે કે આકાશ અંબાણીએ હસતાં હસતાં રાધિકાને અનંત તરફ જવાનો ઇશારો કર્યો અને પોતે શ્લોકા પાસે આવીને ઊભા રહી ગયા. આ ક્યૂટ પળ પર રાધિકા અને સમગ્ર પરિવાર ખડખડાટ હસી પડ્યો હતો. 

આ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવારે ખૂબ જ શાહી અંદાજમાં એન્ટ્રી કરી હતી. મુકેશ અંબાણી આ ઈવેન્ટમાં સંપૂર્ણપણે ફોર્મલ લુકમાં જોવા મળ્યા હતા. જ્યારે નીતા અંબાણીએ આ દરમિયાન રેડ વાઇન કલરની સુંદર બનારસી સાડી પહેરી હતી. આ સાથે તેમણે વેલ્વેટના મેચિંગ જેકેટવાળો બ્લાઉઝ પહેર્યો હતો. તેમણે પોતાના આઉટફિટ સાથે મેળ ખાતો વાઇન પર્લ્સ, ડાયમંડ અને વ્હાઇટ પર્લ્સનો નેકપીસ પહેર્યો હતો.

દરેકે પહેર્યા એકથી એક ચડિયાતા ડ્રેસ

તો બીજી તરફ, મોટી વહુ શ્લોકાએ મલ્ટીકલર આઉટફિટ પહેર્યો હતો, જ્યારે આકાશ અંબાણીએ પોતાની માતા નીતા અંબાણીના ડ્રેસ સાથે મેચિંગ વાઇન કલરનો કુર્તા સેટ પહેર્યો હતો. અનંત અંબાણીએ આ ઈવેન્ટમાં નેવી બ્લુ રંગનો કુર્તા સેટ પહેર્યો હતો, જેની જેકેટ પર સુંદર ગોલ્ડન હેવી વર્ક થયેલું હતું. અનંતના કુર્તા પર પણ ઠેર-ઠેર ગોલ્ડન પેચ વર્ક જોવા મળતું હતું.

નાની વહુ રાધિકા અને ઈશા પણ છવાઈ ગયાં

ઘરની નાની વહુ રાધિકા આ પ્રસંગે ગોલ્ડન કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી. તેના સાડી જેવા દેખાતા આઉટફિટમાં સ્ટ્રેપલેસ ટોપ અને નીચે સ્કર્ટ હતું, જેની સાથે તેણે મેચિંગ ક્લચ કેરી કર્યું હતું.