મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે દેશભરમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે અભિનેત્રી તનિષા મુખર્જીની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે. અભિનેત્રી કાજોલની બહેન તનિષાએ કેટલાક શિક્ષિત અને પોતાને ઉચ્ચ વર્ગના માનતા હિન્દુઓની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા છે.જોકે, તેમણે પોતાની પોસ્ટમાં CJPના આંદોલનનો સીધો ઉલ્લેખ કર્યો નથી. આ આંદોલનને લઈને બોલીવુડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ ઈમરાન ખાન સીજેપીની તરફેણમાં ઉતર્યો હતો જયારે તનિષાએ પણ સવાલો ઊભા કર્યા છે.
તનિષાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, કેટલાક કથિત શિક્ષિત અને ઉચ્ચ વર્ગના હિન્દુઓની ‘આંધળી નફરત’ જોઈને તેઓ આશ્ચર્યચકિત છે. તેણે આરોપ લગાવ્યો કે આવા લોકોની માનસિકતા પર બ્રિટિશ શાસનનો પ્રભાવ હજુ પણ જોવા મળે છે. તેણે લખ્યું કે જો કોઈને લંડન અને અમેરિકા એટલાં જ પસંદ હોય, તો તેમણે ત્યાં જવું જોઈએ, કારણ કે દેશને નીચો દેખાડવાનો પ્રયાસ કરનારા લોકોની અહીં જરૂર નથી.
I am truly shocked by the blind hate of some supposedly well educated elitist Hindus that live with a complete British hangover ! If u love london and America so much. Pls leave ! We don’t want u here trying to put us down! Yes there are a lot of problems but it takes time and look where we have reached in the last 10 years. ! If we support our govt we are #andhbhakts and uneducated. But if we support factions trying to destroy this country from America and Germany we are cool and woke ! There is a war for ur mindset. Ur attention and ur thoughts. But pls don’t be so influenced by media that you refuse to use ur own common sense! Things should be logical factual. And a society ruled by laws is the way we stay safe.
— Tanishaa S Mukerji (@TanishaaMukerji) October 11, 2026
તનિષાએ પોતાની પોસ્ટમાં સરકારના સમર્થકો અને ટીકાકારોને અલગ રીતે જોવાની માનસિકતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું કે જો કોઈ સરકારને સમર્થન આપે તો તેને ‘અંધભક્ત’ અને અભણ કહેવામાં આવે છે, પરંતુ જો કોઈ અમેરિકા અને જર્મનીમાંથી દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા જૂથોને સમર્થન આપે તો તેને ‘કૂલ’ અને જાગૃત માનવામાં આવે છે. આ સાથે તેમણે લોકોને દરેક બાબતને તર્ક અને તથ્યોના આધારે સમજવાની અપીલ કરી હતી
તનિષાએ સ્વીકાર્યું કે દેશમાં અનેક સમસ્યાઓ છે, પરંતુ પરિવર્તન આવતાં સમય લાગે છે. તેમણે છેલ્લા 10 વર્ષમાં થયેલી પ્રગતિ પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમના મતે, લોકોના વિચારો અને માનસિકતાને પ્રભાવિત કરવાની સ્પર્ધા ચાલી રહી છે. તેમણે લોકોને મીડિયાથી પ્રભાવિત થઈને પોતાની સમજ ગુમાવવાને બદલે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
તનિષાએ અંતમાં ભાર મૂક્યો કે સમાજમાં સુરક્ષા જાળવવા માટે કાયદાનું પાલન થવું અને દરેક બાબત તર્કસંગત તથા તથ્ય આધારિત હોવી જરૂરી છે. તેમની આ પોસ્ટ એવા સમયે સામે આવી છે જ્યારે CJPના આંદોલનને લઈને કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે રાજકીય આરોપ પ્રત્યારોપો કરવામાં આવી રહ્યા છે. જોકે, તનિષાએ પોસ્ટમાં કોઈ ચોક્કસ પક્ષ, નેતા કે વિરોધ પ્રદર્શનનું નામ લીધું નથી.