વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ટ્રમ્પે'ટ્રુથ સોશિયલ' પર દાવો કર્યો છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઉર્જા ક્ષેત્રે યુદ્ધવિરામનો તાત્કાલિક અમલ શરૂ થઈ ગયો છે. આ અંગે બંને પક્ષો આ માટે સંમત થયા છે.
ઉર્જા સુવિધાઓ પર હુમલાઓ બંધ કરાશે
આ યુદ્ધ વિરામને સરળ શબ્દોમાં સમજીએ આ યુદ્ધ વિરામ માત્ર રશિયન ક્રૂડ રિફાઇનરીઓ, ક્રૂડ સંગ્રહ સુવિધાઓ, ગેસ સ્થાપનો અથવા અન્ય ઉર્જા નિકાસ સંબંધિત સ્થળો પર યુક્રેન દ્વારા કોઈ ડ્રોન અથવા મિસાઇલ હુમલા કરવામાં આવશે નહીં. તેનાથી વિપરીત, રશિયા યુક્રેનના વીજળી ગ્રીડ, પાવર પ્લાન્ટ, હીટિંગ સિસ્ટમ, સબસ્ટેશન, પેટ્રોલ પંપ અને અન્ય ઉર્જા સુવિધાઓ પર હુમલાઓ બંધ કરશે.
આ સંપૂર્ણ પાયે યુદ્ધવિરામ નથી
જોકે, આ સંપૂર્ણ પાયે યુદ્ધવિરામ નથી. તેથી કોઈ એવો દાવો કરી શકતું નથી કે રશિયા અને યુક્રેન વચ્ચે સામાન્ય યુદ્ધવિરામ સ્થાપિત થયો છે. તેના બદલે તેને ખાસ કરીને ઉર્જા યુદ્ધવિરામ તરીકે વર્ણવી શકાય છે.
I just spoke with @MarkJCarney, @alexstubb, and @SecGenNATO Mark Rutte. We discussed the energy ceasefire announced by President Trump. Ukraine supports the ceasefire, and it is important that Russia support it as well. We are awaiting details from the American side. For our part, Ukraine always FULLY supports steps toward de-escalation, the protection of lives, and the decisions needed to end the war and guarantee lasting peace. Thank you!
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 11, 2026
વૈશ્વિક ભાવ પર અસર પડે છે
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો સતત એકબીજાના ઉર્જા માળખાને નિશાન બનાવી રહ્યા છે. ઉર્જા માળખા પર સતત હુમલાઓ રશિયાના ઇંધણ ઉત્પાદન અને નિકાસને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે વૈશ્વિક ભાવ પર અસર પડે છે. તેનાથી વિપરીત, રશિયા શિયાળા દરમિયાન યુક્રેનની વીજળી અને હીટિંગ સિસ્ટમનો નાશ કરીને દબાણ લાવી શકે છે.
ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલ ખરીદવાનો સોદો કર્યાની ચર્ચા
ટ્રમ્પની ટિપ્પણી પછી રશિયા અને યુક્રેન તરફથી કયા સત્તાવાર નિવેદનો બહાર આવે છે અને બંને દેશો કેટલા સમય સુધી ઉર્જા યુદ્ધવિરામનું પાલન કરે છે તે જોવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અહેવાલો સામે આવ્યા હતા કે ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલ ખરીદવાનો સોદો કરીને મોટો યુ-ટર્ન લીધો હતો. આ પગલાંના લીધે ઝેલેન્સકી નારાજ છે.