નવી દિલ્હી: દેશમાં ટીવી ડિબેટ અને અન્ય જાહેર ચર્ચામાં સામેલ લોકોને પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ અપીલ સ્વરૂપે માર્મિક ટકોર કરી છે. તેમણે કહ્યું કે ભારત જેવા દેશને ચલાવવો કોઈપણ વ્યક્તિ માટે અત્યંત પડકારજનક જવાબદારી હોઈ શકે છે. બેદીએ તાજેતરના સમયમાં જાહેર ચર્ચા-વિચારણામાં વપરાતી ભાષા અંગે ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જાહેર ચર્ચામાં સામેલ તમામ પ્રવક્તાઓ અને સહભાગીઓને વિરોધ કરવાનો અને વાજબી ફરિયાદો રજૂ કરવાનો અધિકાર છે. તેની સાથે સાથે લોકો પ્રત્યે આદર જાળવવાની પણ જવાબદારી છે. ભલે આપણે એ લોકો સાથે સહમત ના હોઇએ.
નવી પેઢી આપણા વર્તનનું અવલોકન કરી રહી છે
આ ઉપરાંત કિરણ બેદીએ જણાવ્યું હતું કે આદર એ એવા મૂળભૂત મૂલ્યોમાંનું એક છે જે આપણે આપણા માતા-પિતા અને શિક્ષકો પાસેથી શીખીએ છીએ. લોકશાહીમાં મતભેદ હોવો સ્વાભાવિક છે. પરંતુ જાહેર ચર્ચામાં ક્યારેય અનાદરપૂર્ણ કે અસભ્ય ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. મીડિયામાં વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવી દુઃખદાયક બાબત છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નવી પેઢી આપણા વર્તનનું અવલોકન કરી રહી છે. તેને સાંભળી રહી છે અને તેમાંથી શીખી રહી છે.
An Appeal to All Spokespersons and Those in Public Discourse While we all have the right to protest, raise genuine grievances, and voice our demands, we also have a duty to remain respectful towards others, including our elders, even when we disagree with them. Respect is one of the first values we learn from our parents and teachers. Disagreement is natural in a democracy, but disrespect should never become the language of public discourse. The repeated airing of disrespectful remarks in the media is distasteful and disturbing. We must remember that younger generations are watching, listening, and learning from the way we conduct ourselves. Freedom of speech comes with the responsibility of restraint. We can be assertive without being abusive, critical without being contemptuous, and firm without losing our dignity. An appeal to all spokespersons: Please exercise restraint while expressing your views and asserting your right to free speech. Let us uphold the values of mutual respect, civility, and responsible public discourse. We may disagree in our opinions, but we must not lose respect for one another.
— Kiran Bedi (@thekiranbedi) October 11, 2026
વાણી સ્વાતંત્ર્યની સાથે સંયમ જાળવવાની જવાબદારી પણ
તેમણે વધુમાં જણાવ્યું કે, વાણી સ્વાતંત્ર્યની સાથે સંયમ જાળવવાની જવાબદારી પણ આવે છે. આપણે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યા વિના આપણા વિચારો મક્કમતાથી રજૂ કરી શકીએ છીએ, અનાદર કર્યા વિના ટીકા કરી શકીએ છીએ અને આપણી ગરિમા જાળવી રાખીને અડગ રહી શકીએ છીએ.
આપણા મંતવ્યો ભલે અલગ હોય
તમામ પ્રવક્તાઓને અપીલ કરતા બેદીએ કહ્યું કે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે અને વાણી સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરતી વખતે સંયમ રાખે. આપણે પરસ્પર આદર, મર્યાદા અને જવાબદાર જાહેર સંવાદના મૂલ્યોનું જતન કરીએ. આપણા મંતવ્યો ભલે અલગ હોય પરંતુ આપણે એકબીજા પ્રત્યે આદર જાળવવો જોઇએ.