નવી દિલ્હીઃ 10 ઓક્ટોબરે દિલ્હીમાં જંતર-મંતર નજીક યોજાયેલા વિરોધ પ્રદર્શન અને ત્યાર બાદ પોલીસ કાર્યવાહી તથા સુરક્ષા પ્રતિબંધોને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક વિશેષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે નવમી ઓક્ટોબરના આદેશના કથિત ઉલ્લંઘન મુદ્દે સંબંધિત અધિકારીઓને કારણ દર્શાવો નોટિસ જારી કરીને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. સુનાવણીમાં પોલીસની કાર્યવાહી, લોકોની અટક, મેટ્રો-ટ્રેન સેવા, ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને બેરિકેડ કરવા જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા. આ કેસમાં મંગળવારે વધુ સુનાવણી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની સુનાવણીની મહત્વપૂર્ણ વાત
સુપ્રીમ કોર્ટે અગાઉના નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ ગૃહ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને નોટિસ પાઠવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આનો વિરોધ કર્યો હતો, જેના પર કોર્ટે સ્પષ્ટ કર્યું કે કારણ બતાવો નોટિસ અને અવમાનના નોટિસ અલગ બાબતો છે. અધિકારીઓએ આ અંગે સોગંદનામું દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
મેટ્રો અને રેલ સેવાઓ સામાન્ય રાખવાનો આદેશ
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક ટ્રેનો અને મેટ્રો પણ બંધ રાખવામાં આવી હતી. જેથી કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, દિલ્હીમાં મેટ્રો અને રેલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવી જોઈએ. સુરક્ષાના નામે પરિવહન સેવાઓને સંપૂર્ણપણે ઠપ કરી શકાતી નથી. કોર્ટે 57 સ્ટેશન બંધ રાખવાના નિર્ણય પર પુનઃવિચાર કરવા અને નવી એડવાઈઝરી જારી કરવા કહ્યું હતું. નોંધનીય છે કે, સૌથી પહેલાં 57 સ્ટેશનો બંધ રાખવાની વાત હતી, જે બાદ ઘટાડીને 45 કરવામાં આવ્યા. કોર્ટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પાસે કયા સ્ટેશનો બંધ હતા તેનો નકશો માંગ્યો છે, જેથી મુસાફરોને થયેલી હાલાકીનું મૂલ્યાંકન થઈ શકે.
ઇન્ટરનેટ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે કોર્ટે શું કહ્યું?
પ્રદર્શન દરમિયાન જંતર મંતરથી 4 કિમીના દાયરામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. જેમાં કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, દિલ્હીમાં ઇન્ટરનેટ સેવાઓ વગર કારણે બાધિત ન થવી જોઈએ. કાયદાકીય જરૂરિયાત સિવાય ઇન્ટરનેટ પર રોક લગાવી શકાતી નથી. સાથે જ બેરિકેડિંગની તાત્કાલિક સમીક્ષા કરીને ટ્રાફિક શરૂ કરવા માટે કહ્યું છે.
કોર્ટ બહારથી કલમ 163નો બોર્ડ હટાવવા હુકમ
સુપ્રીમ કોર્ટ સંકુલ બહાર બીએનએસએસ (BNSS)ની કલમ 163 લાગુ હોવાનો બોર્ડ લગાવવા પર વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે કોર્ટે આ બોર્ડ તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે જેથી ન્યાય મેળવવા આવતા લોકોને અડચણ ન નડે! આ સાથે ગેરકાયદે અટકાયત અને પોલીસ બળના પ્રયોગ પર પણ સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે, પોલીસની કાર્યવાહી કાયદાકીય મર્યાદામાં હોવી જોઈએ. વકીલો અને સામાન્ય નાગરિકો સાથે મારપીટ તથા બિનજરૂરી બળપ્રયોગ અને ફોન જપ્ત કરવાના મામલે પણ કોર્ટે જવાબ માંગ્યો છે.
સુનાવણી વખતે 7000 લોકોની અટકાયતનો દાવો
સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન આશરે 7,000 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અરજી માત્ર કોઈ એક નેતા કે વ્યક્તિની અટકાયત પૂરતી સીમિત નથી; તેનો ઉદ્દેશ્ય તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. તેમણે અટકાયત કરાયેલી વ્યક્તિઓ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવાની પણ માંગ કરી હતી.
Delhi News: “હું મુસ્લિમ છું, મોદીજીનો ફેન છું”, મુસ્લિમ યુવકનું પોસ્ટર ચર્ચામાં | Narendra Modi દિલ્હીમાં મોહમ્મદ ફૈઝનું એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે. પોસ્ટરમાં તેણે પોતાને મુસ્લિમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાહક ગણાવ્યો છે. સાથે જ મારપીટ કરનારા કૉંગ્રેસી ગુંડાઓથી ન ડરવાનો સંદેશ આપ્યો છે. આ મામલો ફહીમ નઝીર દ્વારા કરવામાં આવેલા મારપીટના આરોપો સાથે જોડાયેલો છે. ફહીમ નઝીરે દાવો કર્યો હતો કે મોદી સમર્થન વ્યક્ત કરવા બદલ તેમની સાથે મારપીટ કરવામાં આવી. તેમની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. #DelhiNews #MohammadFaiz #ModiSupporter #NarendraModi #Congress #DelhiPolice #PoliticalNews #મોહમ્મદફૈઝ #દિલ્હીસમાચાર #ગુજરાતીસમાચાર Delhi News, Mohammad Faiz, Muslim Modi Supporter, Narendra Modi, Congress Protest Delhi, Faheem Nazir, Delhi Police Case, Modi Supporter Poster, Muslim Rashtriya Manch, Political News India, મોહમ્મદ ફૈઝ, મોદી સમર્થક મુસ્લિમ યુવક, દિલ્હી સમાચાર, કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 11, 2026
સુપ્રીમ કોર્ટે કહ્યું દરેકને શાંતિપૂર્ણ પ્રદર્શનનો અધિકાર
સંવિધાનના અનુચ્છેદ 19(1)(a) હેઠળ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર પર પણ ચર્ચા થઈ હતી. કોર્ટે નોંધ્યું કે પ્રદર્શનનો અધિકાર છે, પરંતુ તેની પદ્ધતિ કાયદાના કાનૂની દાયરામાં હોવી જોઈએ. આ મામલે સોલિસિટર જનરલે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શન યોજવાની પરવાનગી માટે કોઈ અરજી કરવામાં આવી નહોતી. આ મામલે કોર્ટે કહ્યું કે, શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર હોવા છતાં જે રીતે કરવામાં આવે છે તે કાયદાની મર્યાદામાં હોવું જોઈએ. જાહેર વ્યવસ્થાના નામે લાદવામાં આવેલા નિયંત્રણો બંધારણ અનુસાર છે કે કેમ તેની પણ અદાલત તપાસ કરશે.
cjp protest | વિરોધ વચ્ચે આ કોણ આવી ગયું? RAF જવાન પણ હસી પડ્યા! વિરોધ ચાલી રહ્યો હતો, પોલીસ પોતાની ફરજ પર હતી… ત્યારે વચ્ચે આવી પહોંચ્યો એક નાનકડા કદનો શખ્સ! તેને પકડવા માટે જવાનોએ જહેમત કરી અને આખરે પકડી લીધો. પરંતુ પછી જે થયું એ જોઈને જવાનો પણ હસી પડ્યા! આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.#ViralVideo #RAF #Police #Protest #FunnyMoment #ViralReel #TrendingNews #SocialMediaViral #GujaratiNews #cjp #cjpprotest RAF viral video, protest viral video, police caught short height man, RAF jawan funny moment, viral protest video, police viral reel
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 11, 2026
સુનાવણી દરમિયાન વકીલો અને પોલીસ અધિકારીઓ વચ્ચે દલીલો થઈ હતી તેમજ વકીલોએ 10 ઓક્ટોબરે થયેલી પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ લિંક કામ ન કરવાને કારણે થોડીવાર કાર્યવાહી અટકાવવી પણ પડી હતી. કોર્ટે આ મામલે તમામ પક્ષોને પોતાના પક્ષેથી વિગતો રજૂ કરવા સમય આપ્યો છે અને હવે આ મામલે આગામી સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવશે.