નવી દિલ્હીઃ ભારતમાં એકબાજુ સીજેપી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ વિદેશીઓ દ્વારા પણ ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ઇલોન મસ્ક દ્વારા પણ ભારતમાં સ્ટારલિંકને લાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. ઇલોન મસ્ક દ્વારા એક્સ પર ભારતીય ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરીને પોસ્ટ કરવામાં આવી રહી છે. અને દાવા કરવામાં આવી રહ્યાં છે કે, ભારતમાં સરકાર કોઈ નેતા નહીં પરંતુ ઉદ્યાગપતિઓ ચલાવે છે. આ મુદ્દે એક્સ પર એક અલગ જ પ્રકારનો વિરોધ અને વિવાદ શરૂ થયો છે.
કેમ સ્ટારલિંકને ભારતમાં લાયસન્સ નથી મળ્યું?
તમને જણાવી દઈએ કે, ભારતે ઇલોન મસ્કના 'સ્ટારલિંકને ભારતમાં સ્થાપિત કરવા માટે મંજૂરી એટલે કે લાયસન્સ નથી આપ્યું. જેના કારણે હવે ઇલોન મસ્ક દ્વારા આંતરિક વિવાદ સર્જવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દેશની આંતરિક સુરક્ષાનો હવાલો આપીને આ લાયસન્સ નથી આપ્યું તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. હવે આ વિવાદમાં ભારતીય સંસદીય સમિતિના અધ્યક્ષે પણ ઈલોન મસ્કને જવાબ આપ્યો છે.
ઇલોન મસ્કને નિશિકાંત દુબેએ આપ્યો વળતો જવાબ
એક્સ પર પોસ્ટ કરતા નિશિકાંત દુબે લખ્યું કે, સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે, અમે ઇલોન મસ્કના 'સ્ટારલિંક' (Starlink) દ્વારા દેશની સુરક્ષા એજન્સીઓ સામે ઊભા કરાયેલા પડકારોની તપાસ કરી છે. સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને અમારી તપાસ એજન્સીઓ આ જોખમોની ગંભીર અસરોનો સામનો કરી રહી છે. વર્ષ 2013-14માં જ મનમોહન સિંહની સરકારે TRAI (ટ્રાઈ) ને આ જોખમો વિશે વાકેફ કર્યા હતા. દોષારોપણની રમત રમતા પહેલાં તમારે તમારા પોતાના દેશ, એટલે કે અમેરિકામાં ગરીબોને પરવડે તેવા કનેક્શન પૂરા પાડવા જોઈએ.
संसदीय समिति के अध्यक्ष होने के नाते हमारी कमिटि ने देश की सुरक्षा एजेंसियों के समक्ष आने वाले चुनौतियों को @elonmusk के स्टार लिंक से समझा है,रक्षा मंत्रालय,गृह मंत्रालय,हमारी जॉंच एजेंसी इन खतरों के ख़तरनाक खेल से प्रभावित हो रही है ।2013-14 में मनमोहन सिंह जी की सरकार ने @TRAI को इन खतरों की जानकारी दी थी ।पहले अपने देश अमेरिका में तो गरीब को सस्ते दामों पर कनेक्शन दे दीजिए,फिर आरोप प्रत्यारोप लगाइए,भारत एक स्वस्थ लोकतांत्रिक,संप्रभु राष्ट्र है,दबाव और सोशल मिडिया से अपनी सुरक्षा नीति नहीं बदलता है ।पैसे पर हमारी नीति चलती तो आपको सुरक्षा एजेंसियों के विरोध के बावजूद रेड कार्पेट वेलकम करते,आप तो अमेरिका से लेकर ब्रिटेन तक राजनीतिक दलों को सहयोग से भी ज़्यादा सहयोग करते हैं?
— Dr Nishikant Dubey (@nishikant_dubey) October 11, 2026
વધામાં નિશિકાંત દુબે કહ્યું કે, ભારત એક મજબૂત, લોકશાહી અને સાર્વભૌમ રાષ્ટ્ર છે જે કોઈના દબાણ કે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ પોતાની સુરક્ષા નીતિમાં ફેરફાર કરતું નથી. જો અમારી નીતિ માત્ર નાણાંથી સંચાલિત હોત, તો અમારી સુરક્ષા એજન્સીઓના વાંધાઓ હોવા છતાં અમે તમારું ભવ્ય સ્વાગત કર્યું હોત! છેવટે, તમે અમેરિકાથી લઈને યુકે સુધીના રાજકીય પક્ષોને સામાન્ય કરતાં ક્યાંય વધારે સમર્થન આપો છો, ખરું ને?
ભારત અને અમેરિકા વચ્ચે વિવાદમાં ઈલોન કોનો સાથ આપે?
પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, જો ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વિવાદ સર્જાય છે તો તે વખતે ઈલોન કોનો સાથ આપે? સ્વાભાવિક છે કે, તે વ્યક્તિ પોતાના દેશની સાથે જ રહેવાનો છે. જેથી ભારત અત્યારે જો ઈલોને ભારતમાં સ્ટારલિંકને શરૂ કરવા માટે લાયસન્સ આપી દે, તો યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત માટે મોટો ખતરો સર્જાઈ શકે છે. ભારત ઈન્ટરનેટ અને ડેટા માટે જો સ્ટારલિંક પર નિર્ભર હોય તો, ભવિષ્યમાં દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો પેદા થઈ શકે છે, તેવા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. નિશિકાંત દુબે દ્વારા પણ આ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.