Mon Oct 12 2026

Logo

CJP પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે શરૂ કરી મોટી કાર્યવાહી, 20થી વધુ FIR નોંધવામાં આવી

2026-10-11 13:03:00
Author: Vimal Prajapati
CJP પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે શરૂ કરી મોટી કાર્યવાહી, 20થી વધુ FIR નોંધવામાં આવી

નવી દિલ્હીઃ સીજેપી દ્વારા દિલ્હીમાં પ્રદર્શન કરવામાં આવે તે પહેલા જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે, આજે તેમને એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરે અને દરેક જણ રૂપિયા 50,00નો બોન્ડ ભરી આપશે તે શરતે જામીન આપી દેવામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અત્યારે દિલ્હી પોલીસે સીજેપીના વિરોધ પ્રદર્શન સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસ દ્વારા આ મામલે 20 થી વધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. 

સીજેપીના વિરોધ પ્રદર્શન સામે કાર્યવાહી 

વિગતે વાત કરીએ તો સીજેપી નેતાઓ અને પ્રદર્શનકારીઓ સામે શાંતિ ભંગ કરવો, કાયદો હાથમાં લેવો, સરકારી કામમાં બાધા નાખવી અને પોલીસ કર્મચારી પર હુમલો કરવા જેવા આરોપો હેઠળ અલગ અલગ કમલો હેઠળ કેસ નોંધવામાં આવ્યાં અને તેમાં આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સીજેપી દ્વારા 10 ઓક્ટોબરે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું. જેથી મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પર પ્રદર્શન કરવા માટે પહોંચી ગયાં હતાં. આ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા આ લોકોની રસ્તામાંથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. 

દિલ્હી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખતા તથા હિંસા થવાની આશંકાએ સીજેપીને પ્રદર્શન કરવાની મંજૂરી આપી નહોંતી. મંજૂરી નહોતી આપી છતાં પણ તે લોકો પ્રદર્શન કરવા માટે પહોંચી રહ્યાં હોવાથી તેમની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓ તેમજ અગાઉની ઘટનામાં શરતોના ઉલ્લંઘનનો હવાલો આપીને જંતર-મંતર ખાતેના આ વિરોધ પ્રદર્શન માટેની મંજૂરી સ્પષ્ટપણે નકારી કાઢી હતી

ગત રોજની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો, નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી હતી, જેના હેઠળ જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દિલ્હીને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા હેઠળ મૂકવામાં આવ્યું હતું અને ત્યાં અંદાજે 25,000 થી 30,000 પોલીસ તથા અર્ધલશ્કરી દળ (CRPF)ના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. 

 

આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, વિરોધ પ્રદર્શન દરમિયાન 500થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે અટકાયત કરાયેલા મોટાભાગના પ્રદર્શનકારીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતાં. આજે પણ સીજેપીના ત્રણ નેતાઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યાં છે.