નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે ફરી વિપક્ષી દળો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આજે વિપક્ષી સાંસદો ચાલીને સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાના છે. જો કે, વચ્ચે બારાખંભા રોડ પર રોકાશે અને ધરણા પ્રદર્શન કરશે. કારણ કે, મુખ્ય ન્યાયાધીશે મળવાનો ઇનકાર કર્યો છે. દિલ્હીમાં વિપક્ષી દળો દ્વારા છેલ્લા છ દિવસમાં આ પાંચમી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી પક્ષોના સાંસદો આજે બપોરે 01:30 વાગ્યે કોનોટ પ્લેસ ખાતે એકત્રિત થશે. અહીંથી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે, તેઓ કોનોટ પ્લેસથી બારાખંબા રોડ સુધી લગભગ બે કિલોમીટરનું અંતર કાપતી પદયાત્રા યોજશે.
SIR અને જ્ઞાનેશ કુમારના વિરોધમાં શરૂ થયું વિરોધ પ્રદર્શન
વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોક આજે દિલ્હીમાં એક કૂચ યોજી રહ્યું છે. છેલ્લા છ દિવસોમાં વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવતું આ પાંચમું વિરોધ પ્રદર્શન છે. આ કૂચ 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા અને કથિત મત ચોરીના વિરોધમાં તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજવામાં આવી રહી છે. રાજીનામાની માંગણીના સમર્થનમાં વિપક્ષી સાંસદો આજે કનોટ પ્લેસ ખાતે એકઠા થશે અને ત્યાંથી બારાખંબા રોડ સુધી લગભગ બે કિલોમીટરની પદયાત્રા કરશે. જોકે સાંસદોએ સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાની અને સાંજે 04:00થી 05:00 વાગ્યાની વચ્ચે CJI સૂર્ય કાંતને મળવાની યોજના બનાવી હતી, પરંતુ CJIએ આ મુલાકાત માટે ઇનકાર કર્યો છે.
Leader of Opposition in Lok Sabha and Congress leader Rahul Gandhi (@RahulGandhi) posts on X, "Yesterday, the nation's young came out in Delhi to peacefully protest. They came with love in their hearts, not hatred or anger. They were beaten, both by cops and BJP goons. This is not the India we want. Tomorrow, we will march to the Supreme Court as Indians, united beyond party, gender, caste, community and state. Youth, all opposition parties, civil society groups, all those who believe in democracy and stand by the Constitution of India, will walk with us. We will submit a memorandum to the Chief Justice on behalf of the nation, demanding an end to vote chori, halting of SIR and the resignation of Gyanesh Kumar. Narendra Modi, Amit Shah, Ajit Doval and Mohan Bhagwat cannot silence India's voice. These cowards cannot intimidate us. They will have to step aside. We will march together, with love, brotherhood and patriotism. Daro mat. Tomorrow, all of India will march to the Supreme Court." (Video Source: Rahul Gandhi's X handle)
— Press Trust of India (@PTI_News) October 11, 2026
અત્રે નોંધનીય છે કે, વિપક્ષના સાંસદો દ્વારા અગાઉ 6, 7, 8 અને 9 ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. આ ચાર દિવસો દરમિયાન, દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ત્રણ વખત અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન કરનારાઓએ 9 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત પણ કરી હતી. દરમિયાન, આજે 'INDIA' ગઠબંધનની કૂચને કારણે દિલ્હીના 30 રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે અને દિલ્હી ટ્રાફિક પોલીસે જનતાને જાણ કરવા માટે એક એડવાઈઝરી બહાર પાડી છે.
દિલ્હીમાં આજે છ મેટ્રો સ્ટેશનો બંધ રહેશે
આ ઉપરાંત, આજે છ મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે. દિલ્હી મેટ્રો દ્વારા જાહેર કરવામાં આવેલા સેવા અપડેટ અનુસાર, આ સમયગાળા દરમિયાન પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, સેન્ટ્રલ સચિવાલય અને બારાખંબા રોડ મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ રહેશે. જોકે ઇન્ટરચેન્જની સુવિધા ચાલુ રહેશે, પરંતુ પ્રવેશ અને બહાર નીકળવાના પોઈન્ટ્સ બંધ રહેશે. દિલ્હી પોલીસ અને DMRCએ જનતાના સહકારની અપીલ કરી છે અને મુસાફરોને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાની સલાહ આપી છે.