નવી દિલ્હીઃ દિલ્હીમાં મેટ્રોમાં સફર કરતા લોકો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આજે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. વિપક્ષની આ કૂચના કારણે દિલ્હીવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે દિલ્હીમાં 6 મેટ્રો સ્ટેશન સવારે છ વાગ્યાંથી સાંજે ચાર વાગ્યાં સુધી બંધ રહેશે. જેમાં પટેલ ચોક મેટ્રો સ્ટેશન, જનપથ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, મંડી હાઉસ મેટ્રો સ્ટેશન, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશન અને બારાખંબા રોડ મેટ્રો સ્ટેશન બંધ રહેશે. જો કે, ઈન્ટરનેટની સુવિધા ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં આજે આ 6 મેટ્રો સ્ટેશનને બંધ રાખવા આવશે
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ 6 મેટ્રો સ્ટેશનને આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી મેટ્રો દ્વારા આ અંગે પહેલા જ જાણકારી શેર કરી દેવામાં આવી છે. એકબાજુ સીજેપી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે હજી પણ યથાવત છે. તેવામાં આજે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કૂચનું એલાન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. દિલ્હી મેટ્રો દ્વારા જાહેર કરવામાં આવેલા સેવા અપડેટ અનુસાર, આ સમયગાળા દરમિયાન પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, સેન્ટ્રલ સચિવાલય અને બારાખંબા રોડ મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ રહેશે.
Service Update Due to security reasons, the entry and exit at the following metro stations will remain closed from 06:00 AM till 04:00 PM on 12th October, 2026. Further the situation will be reviewed by the security agencies and necessary updates will be shared accordingly. However, interchange facility will remain available at all the concerned metro stations. 1. Patel Chowk 2. Janpath 3. Rajiv Chowk 4. Mandi House 5. Central Secretariat 6. Barakhamba Road
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) October 11, 2026
જોકે, મહત્વપૂર્ણ વાત એ છે કે, મુસાફરોને આ તમામ સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા મળતી રહેશે. સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે અને તે મુજબ આગળની માહિતી આપવામાં આવશે. દિલ્હી મેટ્રોએ મુસાફરોને સલાહ આપી છે કે, તેઓ મુસાફરી કરતા પહેલા તેમના રૂટની વિગતો તપાસી લે અને તે મુજબ ઘરેથી નીકળવાનું આયોજન કરે!