વિશ્વ સંકટમાં છે, વૈશ્વિક અર્થતંત્રના વિકાસ પર પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવની ખૂબ જ ખરાબ અસર જોવા મળી શકે છે. આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રની વેપાર અને વિકાસ સંસ્થા UNCTAD (યુએનસીટીએડી) દ્વારા આપવામાં આવી છે. તેમાં એલર્ટ કરવામાં આવ્યા છે કે મધ્ય પૂર્વમાં તણાવને કારણે ઊભી થયેલી ઊર્જા કટોકટી સૌથી મોટો ખતરો બની રહી છે અને તેનાથી વિશ્વ અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે, જેના પરિણામે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર (ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ રેટ) ગત વર્ષના 2.9% થી ઘટીને 2026માં 2.6% રહી શકે છે.
એનર્જી પ્રાઇસની વિશ્વની ગતિ પર અસર
UNCTAD અનુસાર, પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે સર્જાયેલી ઊર્જા કટોકટીની માઠી અસર વિશ્વની આર્થિક ગતિ પર પડી રહી છે. તેના વેપાર અને વિકાસ અહેવાલમાં જ્યાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર ગત વર્ષના 2.9% થી ઘટીને આ વર્ષે 2.6% થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યાં બીજી તરફ એવું પણ જણાવાયું છે કે ચીજવસ્તુઓ અને સેવાઓના વૈશ્વિક વેપારમાં આ વર્ષે સ્થિર ભાવો પર 4% નો વૃદ્ધિ થવાનો અંદાજ છે. જોકે, વેપારમાં અંદાજિત વૃદ્ધિનો મોટો હિસ્સો હાઈ એનર્જી કોસ્ટને કારણે થવાની શક્યતા છે.
સંકટમાં પણ પ્રગતિ કરશે ભારત
UNCTADના તાજેતરના અનુમાન વધતા ભૂ-રાજકીય જોખમો, વેશ્વિક વેપારના પેટર્નમા ફેરફાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI તેજી સાથે જોડાયેલા નાણાકીય જોખમોને લઇને ચિંતાઓ વચ્ચે આવ્યું છે.
The world economy in two numbers: 📉 2.6% global growth expected in 2026, down from 2.9% in 2025 🛢️ Oil from $70 to over $110 a barrel after the Middle East conflict began #TDR2026 https://t.co/Cg09ncsU4A https://t.co/TXBFVmGFqR
— UN Trade and Development (@UNCTAD) October 10, 2026
UNCTAD એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 2026માં વૈશ્વિક આર્થિકમાં એશિયાનું યોગદાન 59% રહેવાનું અનુમાન છે, જેમાં ભારતમો ગ્રોથ રેટ સૌથી વધુ 7.3% રહેશે. આ ઉપરાંત ચીનનો 4.5% અને ઇન્ડોનેશિયાનો 5.2% રહેવાનું અનુમાન છે. આ અનુમાન વેસ્ટ એશિયા સંકટ અને Energy Price Hikeથી વ્યાપક અર્થવ્યવસ્થા પર પડી રહેલા દબાણ છતાં ગ્લોબલ ગ્રોથને સમર્થન આપવામાં એશિયાની ભૂમિકાને પ્રદર્શિત કરે છે.
યુએસ-ચીનથી બદલાયું વેપારનું ગણિત
અહેવાલમાં અમેરિકા-ચીન વચ્ચે સતત ચાલી રહેલા તણાવને કારણે વેપારમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુએનસીટીએડી (UNCTAD)એ જણાવ્યું કે 2024થી ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપારમાં 20% થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પૂર્વ એશિયાએ ચીન અને ઉત્તર અમેરિકા બંને સાથે પોતાના વેપારનો વિસ્તાર કર્યો છે.
એજન્સી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે વેપાર અને રોકાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે નવી કંપનીઓ માટે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પ્રવેશ કરવો સતત મુશ્કેલ બની રહ્યો છે. UNCTAD અનુસાર, નિકાસ નિયંત્રણ, રોકાણની ચકાસણી અને સપ્લાય ચેનની પરિસ્થિતિઓ નવી પ્રવેશ મેળવતી કંપનીઓ માટે વ્યૂહાત્મક ક્ષેત્રો સુધીની પહોંચને વધુ જટિલ બનાવી રહી છે.