બીડ: બીડ જિલ્લાના કૈજમાં જન્મદિવસની કેસ તલવારથી કાપવા અને સમાજમાં ભય ફેલાવવા માટે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા બદલ બે યુવકની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બંને યુવકની ઓળખ કોરેગાંવ ગામના રહેવાસી અજય તાંદલે (26) અને નામેવાડીના રહેવાસી સદાશિવ આંધળે તરીકે થઇ હતી.અજય તાંદલેએ 6 ઑક્ટોબરે તેના જન્મદિવસની કેક 40 ઇંચની તલવારથી કાપી હતી, જેનો તેણે વીડિયો રેકોર્ડ કર્યો હતો અને લોકોમાં ભય ફેલાવવા તથા તેમને ડરાવવા માટે વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કર્યો હતો.
સદાશિવ આંધળેના ઘરેથી તલવાર જપ્ત કરવામાં આવી હતી અને બાદમાં તેની પણ ધરપકડ કરાઇ હતી. કેક કાપવા માટે વપરાયેલી તલવાર તથા બે ખંજર પણ જપ્ત કરાયા હોવાનું કૈજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
AI (પ્રતીકાત્મક તસવીર)