Mon Oct 12 2026

Logo

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું નિષ્ફળતાઓનો દોષ  ચૂંટણી પંચ પર ઢોળે છે

2026-10-12 15:43:31
Author: Chandrakant Kanoja
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું નિષ્ફળતાઓનો દોષ  ચૂંટણી પંચ પર ઢોળે છે

નવી દિલ્હી: દેશમાં સીઇસી મુદ્દે ઇન્ડી ગઠબંધનની રેલી પૂર્વે  કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે જે લોકો જીવનભર ભગવાન રામનો વિરોધ કરી રહ્યા હતા તે હવે ભગવાન શિવની જાન અંગે વાત કરી રહ્યા છે. શિવરાજ સિંહે કોંગ્રેસની વારંવાર ચૂંટણી હાર અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમજ પોતાની નિષ્ફળતાઓ માટે ચૂંટણી પંચને દોષ આપે છે. જ્યારે વાસ્તવિક સમસ્યા તેમના નેતૃત્વમાં  છે. 

વિરોધ પ્રદર્શનો કરવા એ પક્ષની નિયતિ બની

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પર પ્રતિક્રિયા આપતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ વર્ષોથી બંધારણીય સંસ્થાઓ પર પ્રહારો કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં હાર્યા બાદ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવવા એ કોંગ્રેસની આદત બની ગઈ છે. શિવરાજે ટિપ્પણી કરી કે વારંવાર ચૂંટણીમાં હારનો સામનો કરવો અને ત્યારબાદ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કરવા એ પક્ષની નિયતિ બની ગઈ છે. તેમણે નાચતા ન આવડતું હોય અને આંગણું વાંકું હોવાની કહેવતનો ઉલ્લેખ કર્યો છે. 

વિપક્ષની કૂચને રસ્તા પર ઉતરેલા અરાજક તત્વોના ટોળા તરીકે વર્ણવી  

શિવરાજ સિંહ ચૌહાણે  રાહુલ ગાંધીના નિવેદન પર ટિપ્પણી કરતાં જણાવ્યું કે જે લોકો ભગવાન રામનો વિરોધ કર્યો છે. તેઓ હવે ભગવાન શિવની જાન (વરઘોડા) વિશે વાત કરી રહ્યા છે. તેમણે વિપક્ષની કૂચને રસ્તા પર ઉતરેલા અરાજક તત્વોના ટોળા તરીકે વર્ણવી છે. 

વિદેશી તાકાતોના ઈશારે કામ કરવાનો આરોપ 

તેમણે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર વિદેશી તાકાતોના ઈશારે કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. શિવરાજે દાવો કર્યો હતો કે સત્તા મેળવવાના પ્રયાસમાં કોંગ્રેસ ડાબેરીઓ, જ્યોર્જ સોરોસ જેવી વિદેશી સંસ્થાઓ અને બિન-સરકારી સંસ્થાઓ પર નિર્ભર છે. જોકે, તેમણે આ આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ ન કર્યા.