શશી થરુરે કેન્દ્ર સરકાર અને ભાજપ પર સાધ્યું નિશાન, સોશિયલ મીડિયા પર સાંસદ આવ્યા ચર્ચામાં
નવી દિલ્હીઃ પાટનગરમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નાં આંદોલન અને આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરવાની જાહેરાત વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરુરે હિન્દી અંગ્રેજી મિક્સ કરીને એક પોસ્ટ મૂકીને નવી ચર્ચા જગાવી છે. કોક્રોચ જનતા પાર્ટીની સાથે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ચૂંટણી પંચ મુદ્દે કેન્દ્ર સરકારના નાકમાં દમ લાવી દીધો છે, ત્યારે થરુરને પોસ્ટે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
શશી થરુરે રાષ્ટ્રીયકવિ રામધારી સિંહ દિનકરની કવિતા પોસ્ટ કરી હતી, જેને લઈ તેમણે ઈશારા ઈશારા મોટી વાત કરી નાખી છે. જેની જાણીતી પંક્તિમાં કહ્યું છે કે 'સિંહાસન ખાલી કરો જનતા આતી હૈ'. કોંગ્રેસના સાંસદે આ કવિતા મારફત કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. એટલું જ નહીં અન્ય એક પોસ્ટમાં લખ્યું કે આ સરકાર પડી જશે.
Poem of the Day (आज की कविता): As Ramdhari Singh 'Dinkar' (रामधारी सिंह 'दिनकर') wrote in his iconic poem "Janatantra Ka Janma" (जनतंत्र का जन्म / “The Birth of Democracy”): https://t.co/B8ptGWSvts
— Shashi Tharoor (@ShashiTharoor) October 12, 2026
થરુરે હિન્દીમાં પોસ્ટ કરી છે કવિતા
શશી થરુરે જાણીતા કવિ રામધારી સિંહ દિનકરની જાણીતી કવિતા પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે લેકિન હોતા ભૂડોલ, બવંડર ઉઠતે હૈ, જનતા જબ કોપાકુલ હો ભૃકુટિ ચઢાતી હૈ. દો રાહ, સમય કે રથ ધર્ધર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ. થરુરે આ જ કવિતાને અંગ્રેજીમાં સમજાવી છે.
શશી થરુરે અંગ્રેજી અને હિન્દીમાં પોસ્ટ કરી કવિતા
શશી થરુરે વધુ એક પોસ્ટમાં રાહુલ ગાંધીની એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે ધીસ ગવર્મેન્ટ વિલ ગો. એના પછી એનો અંગ્રેજીમાં અનુવાદ કરીને લખ્યું છે કે આ સરકાર જશે. આ બંને પોસ્ટ શશી થરુરે અંગ્રેજી અને હિન્દીમાં પોસ્ટ પણ કરી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું હતું કે જ્ઞાનેશ કુમાર જશે, આ સરકાર જશે અને પછી શરુ થશે લોકશાહીની મરમ્મત.
શશી થરુરે તાજેતરમાં પોતાની અનેક પોસ્ટમાં હિન્દી કવિતાઓનો ઉપયોગ કર્યો છે. એવું પણ માનવામાં આવે છે કે હિન્દી બોલનારા ઉત્તર ભારતીય જનતાને પણ પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સે આપી પ્રતિક્રિયા
શશી થરુરે દિનકરની કવિતા પોસ્ટ કર્યા પછી એક પછી એક સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે લખ્યું હતું કે તમને તો ખબર છે કે મહાકવિ દિનકર એક મહાન રાષ્ટ્રવાદી કવિ હતી. ભલે તેમને ગાંધીવાદી માનવામાં આવે છે, પરંતુ તેમને નહેરુજી સાથે જોડાયેલા છે, પરંતુ ક્રાંતિકારીઓના કામની પ્રશંસા કરતા હતા અને કોંગ્રેસની દરેક નીતિની આંખો બંધ કરીને પણ પ્રશંસા કરતા નથી. એક વાત પણ સ્પષ્ટ છે કે જે લોકશાહીના જન્મની વાત કરી રહ્યા છે એ પણ 2014માં થયો હતો.
બીજા યૂઝરે થરુરને ટેગ કરીને વાત લખી હતી કે અત્યારે તો તમે જ એક કવિતા બની ચૂક્યા છો, જે કોઈને સમજમાં આવતી નથી. વધુ એક યૂઝરે નિદા ફાજલીની નજ્મ શેર કરીને લખ્યું હતું કે ગમ હો ખુશી દોને કુછ દેર કે દોસ્ત હૈ. ફિર રાસ્તા હી રાસ્તા હૈ, હસના હૈ ના રોના હૈ. દિનકરજી કો પઢને લગે. બીજા યૂઝરે તો શશી થરુરને લખ્યું હતું કે વર્તમાન વ્યવસ્થા શત્રુબોધ (દુશ્મનની ઓળખ/ભાવના))ની કમીને કારણે બહુ નરમ છે. તેમણે દિનકરજીને વ્યવસ્થિત રીતે વાંચ્યા નથી.