કૉલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અચાનક હુમલાનો પ્રયાસ થયો છે. તૃણમૂલ કોંગ્રેસના રિપોર્ટમાંથી મળતી વિગત અનુસાર, આ હુમલો સાંજે 6.30 વાગ્યે થયો હતો. એક મહિલા મમતાના ઘરે પહોંચી હતી અને અચાનક એના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ હુમલો ચાકુથી કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસે આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. TMC રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, મહિલા નશામાં હતી, નશાની હાલતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રવક્તાએ કરી મહત્ત્વની સ્પષ્ટતા
સાકેત ગોખલેએ જણાવ્યું હતું કે, ઝેડ પ્લસ સુરક્ષા પ્રાપ્ત અને ત્રણવાર મુખ્યમંત્રી તરીકે રહેલા મમતા બેનર્જી ખુદ પોતાના ઘરે જ સુરક્ષિત નથી. આ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિ કેવી છે એ સ્પષ્ટ કરે છે. TMCએ આ સમગ્ર ઘટના અંગે ભાજપ પર પ્રહાર કર્યા છે. પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, આ ભાજપનું પૂર્વ આયોજિત કાવતરૂ છે. સાકેત ગોખલેએ મમતા બેનર્જીની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે. મમતા બેનર્જી સતત ભાજપ સામે સવાલ ઊઠાવતા રહ્યા છે અને દિલ્હી સુધી લડત ચલાવી રહ્યા છે.
આ અંગે ગંભીરતાથી નોંધ લઈને ભાજપે મમતા બેનર્જી સામે કાવતરૂ ઘડ્યું. જેનું આ પરિણામ છે. આ મહિલા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ કરી રહી છે. ગોખલેએ ઉમેર્યું હતું કે, હવે પોલીસ એક્ટ અથવા કાયદેસરની કાર્યવાહી તો શાહના જણાવ્યા અનુસાર નથી ને? કાલિઘાટ પોલીસ સ્ટેશનમાં આ મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
કોણ છે હુમલો કરનાર મહિલા
TMC નેતા ડોલા સેન દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મહિલાનું નામ તનિષ્ઠા સાહા હોવાનું જાણવા મળ્યું છે. તે પહેલા મમતા બેનર્જીને ઘરે મળવા માટે આવી હતી. તપાસ કરતા તે નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદએ આ મહિલા સામે આરોપ મૂકતા કહ્યું હતું કે, તે રાજ્યમાં હિંસા ફેલાવવા માટે જ આવી છે. રાજ્યને નશામાં ડૂબોવવા આવી છે.