રિયાધઃ સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરોના હુમલા ચાલુ છે. આ વખતે હુથીઓએ યમનના તાઈઝ શહેરમાં સરકારી સૈન્યને નિશાન બનાવ્યા. આ હુમલામાં પાંચ વર્ષના બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા. આ દરમિયાન, ત્યાંની પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. હુમલો થયા બાદ ભારે નાસભાગ મચી ગઈ હતી. દોડધામ કરતા લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યા હતા. સુરક્ષિત ઠેકાણા શોધી રહ્યા હતા.
કબજો લેવા તૈયારી
સાઉદી-આગેવાની હેઠળના આ ગઠબંધનનું સમર્થન ધરાવતા સૈન્ય હવે હુથીઓ પાસેથી સના શહેરનો કબજો મેળવવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન, હુથી-તરફી મીડિયા સંસ્થા 'અલ-મસીરાહ'એ મંગળવારે એવો રિપોર્ટ આપ્યો હતો કે સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધને સનાની પશ્ચિમે આવેલા એક તેલ સંકુલ પર હવાઈ હુમલા કર્યા હતા. તેણે આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવા આપ્યા ન હતા. આ કારણે સાઉદી અરેબિયાના સૈન્ય જવાનો વધારે અકળાયા હતા.
આવું પહેલીવાર નથી થયું. આ પહેલા પણ હુથીઓએ રિધાયના મહત્ત્વના ઠેકાણા પર હુમલા કરીને સાઉદીની કમર તોડવા માટેના પ્રયાસ કર્યા હતા. એરપોર્ટ પર હુમલો કરીને પરિવહન સેવા ખોરવી નાંખવા માટે હુમલા થયેલા છે. સાઉદી અરબિયા સમર્થિત યમન સરકારના સૈન્યનું એવું કહેવું છે કે, આ ઑપરેશનમાં 950 હુથીઓ માર્યા ગયા છે. કેટલાકને ડાયરેક્ટ ઠાર મારી દેવામાં આવ્યા છે.
ખાસ કોઈ વિગત નથી
સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલિકીએ આ સના પરના હુમલા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, યમનની રાજધાનીના એક ચોક્કસ વિસ્તારમાંથી જે હુથી બળવાખોરોના કબજામાં છે તે નાગરિકોને બહાર કાઢવા માટે અગાઉથી ચેતવણી આપવામાં આવશે. સોશિયલ મીડિયા ટ્વિટર પર એક નિવેદનમાં તેમણે કહ્યું કે તે વિસ્તારમાં "સ્પેશ્યલ ઑપરેશન" હાથ ધરવા માટે આ પગલું જરૂરી છે.આ ઑપરેશન સંબંધિત ખાસ કોઈ વિગત સામે આવી નથી.
હુથીઓના કોઈ હુમલાને સાખી નહીં લેવાય. આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે અને સૈન્યને સ્ટેન્ડ ટુ રહેવા માટેના આદેશ આપ્યા છે. હુથી પ્રવક્તા યહ્યા સરીએ નિવેદન આપ્યું છે કે, યમનની રાજધાની સના પરના કોઈપણ હુમલાનો રિયાધમાં સખત અને પીડાદાયક જવાબ આપવામાં આવશે. આ નિવેદન એ જાહેરાત બાદ તરત જ આવ્યું છે જેમાં સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધને જણાવ્યું હતું કે, સનાના એક ચોક્કસ વિસ્તારમાંથી નાગરિકોને બહાર નીકળવા માટે ટૂંક સમયમાં ચેતવણી આપવામાં આવશે.
સાઉદીના આક્રમક તેવર
સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધને સનાના સ્થાનિકોને સરકારી માલિકીની તેલ કંપનીની સુવિધા અને તેની આસપાસના સંગ્રહ વિસ્તારો ખાલી કરવાની સૂચના આપી હતી, કારણ કે ત્યાં એક "ઓપરેશન" હાથ ધરવામાં આવનાર હતું. હુથીઓ સામેની લડાઈ અંગે સૈન્ય ઑપરેશન અંગે વિગત જાહેર કરાઈ નથી પણ સાઉદી આ અંગે વળતો હુમલો કરવાની તૈયારીમાં છે. ગઠબંધનના પ્રવક્તા જનરલ તુર્કી અલ-માલિકીએ મંગળવારે જણાવ્યું હતું કે, રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.
જે વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યો છે તે પશ્ચિમ સનામાં એક ટેકરી પર આવેલો છે, જ્યાંથી સમગ્ર રાજધાની જોઈ શકાય છે. હુથી લશ્કરી પ્રવક્તા જનરલ યહ્યા સરીએ એક નિવેદનમાં કહ્યું કે, જો સનાને નિશાન બનાવવામાં આવશે, તો સાઉદી રાજધાની સામે વળતો જવાબ આપવામાં આવશે. જેની કોઈએ કલ્પના કરી નહીં હોય. હુથી બળવાખોરોએ મંગળવારે ચેતવણી પણ આપી હતી કે, આરામકો (Aramco) ની તેલ સુવિધાઓ તેમના નિશાન પર છે અને લોકોને આ સ્થળોથી દૂર રહેવા જણાવ્યું હતું. આ દરમિયાન, હુથી રાજકીય બ્યુરોના પ્રવક્તા મોહમ્મદ અલ-બુખૈતીએ સોમવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે, જો સાઉદી અરેબિયા યુદ્ધ સમાપ્ત કરવાની અપીલનો પ્રતિસાદ નહીં આપે, તો સાઉદી અરેબિયાની તમામ તેલ સુવિધાઓ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનો નાશ ન થાય ત્યાં સુધી તે દેશ વિરુદ્ધ હુથી લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે.
રિયાધ ઉપર ડ્રોન અટકાવવામાં આવ્યા
અલગથી, સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધને અહેવાલ આપ્યો છે કે રિયાધની ઉત્તરે ત્રણ ડ્રોન અટકાવવામાં આવ્યા હતા. ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલિકીએ સાઉદી રાજધાનીની ઉત્તરે ત્રણ ડ્રોન અટકાવવાની પુષ્ટિ કરી હતી. અત્યાર સુધી કોઈ નુકસાન થયાના અહેવાલ નથી. આ આક્રમણ મુખ્યત્વે યમનના પશ્ચિમી કિનારા અને બાબ અલ-મંદબની સામુદ્રધુની (સ્ટ્રેટ) પર કેન્દ્રિત રહ્યું છે. આ સામુદ્રધુની લાલ સમુદ્ર અને અદનનો અખાતને જોડતો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. સરકાર-તરફી દળોએ બાબ અલ-મંદબ, ધુબાબ અને મોચાની આસપાસના વિસ્તારોમાં આગળ વધી રહ્યા હોવાનો દાવો કર્યો છે, જોકે હુથીઓએ યુદ્ધક્ષેત્રની સ્થિતિ અંગેના કેટલાક દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે.